Western Times News

Gujarati News

કોરોનાના નવા કેસમાં થોડો ઘટાડો પરંતુ મોતનો આંકડો હજુ ચિંતાજનક

મૃત્યુનો આંકડો ૨૬૨૩૧૭ પર પહોંચી ગયો છે, રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૩૭,૦૪,૮૯૩ લોકોને રસી આપવામાં આવી છે

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરનું તાંડવ દેશભરમાં ચાલુ છે અને રોજે રોજ લગભગ ૪ હજાર જેટલા લોકો આ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કોવિડ-૧૯ના નવા કેસમાં થોડો ઘટાડો જરૂર થયો છે પરંતુ મોતનો આંકડો હજુ પણ ચિંતાજનક છે. દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩.૪૩ લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ૪૦૦૦ લોકોના મૃત્યુ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૩,૪૩,૧૪૪ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૨,૪૦,૪૬,૮૦૯ પર પહોંચ્યો છે.

જેમાંથી ૨,૦૦,૭૯,૫૯૯ લોકો ડિસ્ચાર્જ થયા છે. કોરોનાને માત આપીને એક દિવસમાં ૩,૪૪,૭૭૬ લોકો રિકવર થયા. કોરોનાએ છેલ્લા ૨૪ કલાકમાં ૪૦૦૦ લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુનો આંકડો ૨,૬૨,૩૧૭ પર પહોંચી ગયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૩૭,૦૪,૮૯૩ લોકોને રસી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ સમગ્ર દેશમા કોરોનાના ૧૮,૭૫,૫૧૫ ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કોરોના ટેસ્ટનો આંકડો ૩૧,૧૩,૨૪,૧૦૦ પર પહોંચી ગયો છે.

રાજ્ય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ૨૪ કલાકમાં રાજ્યભરમાંથી કોરોનાના નવા ૧૦,૭૪૨ દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૧૫,૨૬૯ દર્દીઓ રિકવર થયા છે. એક દિવસમાં કોરોનાથી ૧૦૯ દર્દીઓએ જીવ ગુમાવ્યા. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના છેલ્લા ૨૪ કલાકમાં ૪૨૫૮૨ કેસ નોંધાયા છે.

જ્યારે આ દરમિયાન ૮૫૦ લોકોએ કોરોનાથી જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ અગાઉ રાજ્યમાં બુધવારે કોરોનાના ૪૬ હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૮૧૬ લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં હાલ કોરોનાનો મૃત્યુદર ૧.૫ ટકા છે. જ્યારે પોઝિટિવિટી રેટ ૧૭.૩૬ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૫૪૫૩૫ દર્દીઓ રિકવર થયા છે. ત્યારબાદ રાજ્યમાં કોરોના રિકવરી રેટ ૮૮.૩૪ ટકા પહોંચી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.