કોરોનાના નવા કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો થયો

Files Photo
નવી દિલ્હી: દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હજુ ચાલી રહી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩૫ હજાર ૪૯૯ નવા કેસ સામે આવ્યા છે. તો ૪૪૭ લોકોના મૃત્યુ થયા છે. દેશમાં હવે સક્રિય કેસની સંખ્યા ચાર લાખ બે હજાર ૧૮૮ છે. દેશનો રિકવરી રેટ વધીને હવે ૯૭.૪૦ ટકા થઈ ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે સાત કલાક સુધી દેશમાં લોકોને કોરોના વેક્સિનના ૫૦ કરોડ ૬૮ લાખ ૧૦ હજાર ૪૯૨ ડોઝ લાગી ચુક્યા છે અને તેમાંથી ૫૫ લાખ ૯૧ હજાર ૬૫૭ ડોઝ એક દિવસમાં આપવામાં આવ્યા છે.
ઓગસ્ટમાં આ ચોથીવાર છે જ્યારે કોરોનાના નવા કેસ ૪૦ હજારથી ઓછા નોંધાયા છે. આ પહેલા ૨ ઓગસ્ટ અને છ ઓગસ્ટે ૪૦ હજારથી ઓછા કેસ સામે આવ્યા હતા. ૧ ઓગસ્ટના રોજ ૪૦૧૩૪, ૨ ઓગસ્ટના ૩૦૫૪૯, ૩ ઓગસ્ટના ૪૨૬૨૫, ૪ ઓગસ્ટના ૪૨૯૮૨, ૫ ઓગસ્ટના ૪૪૬૪૩, ૬ ઓગસ્ટના ૩૮૬૨૮ નવા કોરોના કેસ નોંધાયા હતા.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, ભારતમાં રવિવારે કોરોના વાયરસના ૧૩ લાખ ૭૧ હજાર ૮૭૧ સેમ્પલ ટેસ્ટ થયા. ત્યારબાદ અત્યાર સુધી કુલ ૪૮ કરોડ ૧૭ લાખ ૬૭ હજાર ૨૩૨ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. એક્ટેવ કેસ દેશમાં અત્યાર સુધી નોંધાયેલા કેસના ૧.૨૬ ટકા છે. તો રિકવરી રેટ વધીને ૯૭.૪૦ ટકા પહોંચી ગયો છે. અત્યાર સુધી દેશમાં કુલ ૩ કરોડ ૧૧ લાખ ૩૯ હજાર ૪૫૭ દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. તો સાપ્તાહિક સંક્રમણ દર ૨.૩૫ ટકા છે.