કોરોનાના નવા કેસ મામલે કચ્છ જિલ્લાએ વડોદરા-ભાવનગર-રાજકોટને પણ પાછળ પાડી દીધું

પ્રતિકાત્મક
ભુજ, ગુજરાતમાં જે નવા કેસનો આંકડો સામે આવ્યો તેમાં ૨૧ કેસની સાથે કચ્છ જિલ્લો ત્રીજા નંબરે ઉપર આવી ગયું છે. નવા નોંધાયેલા આજે પોઝિટિવ કેસમાં અમદાવાદ અને સુરત બાદ કચ્છ ત્રીજા નંબરે છે. આમ, કચ્છ જિલ્લા નવા પોઝિટિવ કેસ મામલે વડોદરા, ભાવનગર, રાજકોટને પણ પાછળ રાખી દીધું છે. જોકે, કચ્છની યાદીમાં છબરડો હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પણ તંત્ર દ્વારા દર્દીના નામનાં છબરડો વાળવામાં આવ્યો હતો.
કચ્છમાં ગઇ કાલે સામે આવેલ ૨૧ કોરોના પોઝિટિવ કેસની યાદીમાં ભૂલ જોવા મળી હતી. ૪ મહિનાના બાળકનું સરનામું ગાંધીધામની જગ્યાએ ભુજ બતાવ્યું હતું અને ગામના નામોમાં છબરડા વાળ્યા હતા. ડ્ઢર્ડ્ઢં અને આરોગ્ય અધિકારીના સંકલનના અભાવથી પ્રજા પાસે કોરોનાના ખોટા મેસેજ જઈ રહ્યા છે. ૨૧ પોઝીટીવ કેસની યાદી માં ભૂલ હોવાનું ધ્યાન દોરતા પણ યાદી બદલવામાં ન આવી. આમ કચ્છવાસીઓને કોરોનાના કેસની યોગ્ય માહિતી આપવા માટે ડીર્ડીં અને આરોગ્ય અધિકારી જેવા જવાબદાર અધિકારીઓ નિષ્ફળ ગયા છે. તો બીજી તરફ, કચ્છનું વહીવટી તંત્રનું કોમ્યુનિકેશન નબળું હોવાનું લોકોએ જણાવ્યું.
કચ્છમાં મોટી સંખ્યામાં મુંબઈથી લોકો આવી રહ્યાં છે. રોજ ટ્રેનોમાં મુંબઈમાં વસતા કચ્છીઓ પોતાના માદરે વતન પહોંચી રહ્યાં છે. તો ગઈકાલે પૂર્વ કચ્છ મુંબઈથી ખાસ ટ્રેન ગાંધીધામ આવી પહોંચી હતી. મુંબઈમા વસતા કચ્છીઓ પોતાના માદરે વતન પહોંચ્યા. આ ટ્રેનમાં ૧૧૮૦ લોકોને લાવવામાં આવ્યા છે. ૪૫૦ લોકોને ભુજ અને બાકીના તમામ લોકોને ગાંધીધામ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ગાંધીધામ અને ભુજ ખાતે તમામ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તમામને એસ. ટી. બસ મારફતે ક્વોરેન્ટાઇન સેન્ટર રવાના કરાયા છે.
ગઈકાલે સરકાર દ્વારા અપાયેલી આંતર જિલ્લાની છૂટછાટ કચ્છ માટે મોટી આફત સર્જી શકે છે. ખાનગી વાહનોથી પરમીટ વગર અવરજવર કરવાનો નિર્ણય જોખમી સાબિત થઈ રહ્યો છે. અત્યાર સુધી આવેલા પોઝિટિવ કેસો મોટાભાગના બહારના છે. ખુદ અધિકારીઓ પણ અવઢવમાં છે. રેડઝોન વાળા કે બહારના લોકોને કચ્છમાં આવવાની છૂટ નહિ આપવાનો અભિપ્રાય આરોગ્ય ખાતાએ આપ્યો છે. કારણ કે, એકસાથે નવા ૨૧ કેસ પોઝિટિવ બહાર આવતા કચ્છમાં ભયનો માહોલ સર્જાયો છે. કચ્છ છે અમદાવાદ કે સુરત બનવા આગળ વધે તે પહેલા જાગૃતિ ખુબ જરૂરી છે.