કોરોનાના નવા વેરીયેન્ટને લઈ છ રાજ્યોમાં વધ્યું ટેન્શન, કેન્દ્ર સરકારે તાબડતોબ નિર્દેશ આપ્યા

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસનાં ઓમિક્રૉન વેરિયન્ટને લઈને ચિંતા વધી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે છ રાજ્યોને પત્ર લખીને અલર્ટ કર્યા છે.
સાઉથ આફ્રિકામાં મળેલ કોરોના વાયરસનાં નવા વેરિયન્ટને લઈને દુનિયભરમાં ફફડાટ મચી ગયો છે અને ૩૮ દેશો અત્યાર સુધીમાં આ વાયરસની ઝપેટમાં આવી ગઈ છે ત્યારે ભારતમા પણ ઓમિક્રૉનની દહેશત વધી રહી છે. એવામાં કેન્દ્ર સરકાર અલર્ટ મોડમાં દેખાઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે છ રાજ્યોને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે. આ છ રાજ્યોમાં કેરળ, જમ્મૂ કાશ્મીર, તમિલનાડુ, કર્ણાટક, ઓડિશા અને મિઝોરમ સામેલ છે. આ રાજ્યોમાં વધતાં કોરોના વાયરસનાં કેસને લઈને કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્તિ કરી છે અને કેટલાક નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ છ રાજ્યોને કેન્દ્ર સરકારે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકા એમ ચાર મુદ્દાઓ પર કામ કરવા માટે નિર્દેશ પણ આપ્યા છે. આ સાથે જ કેરળમાં કોરોના વાયરસને કારણે વધતાં મૃત્યુદર પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જમ્મૂ કાશ્મીરનાં ચાર જિલ્લાઓમાં કોરોના વાયરસનાં નવા વાયરસનાં કેસની સંખ્યા વધી રહી છે ત્યાં તમિલનાડુ અને કર્ણાટકમાં પણ આ જ સ્થિતિ છે. એવામાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ સરકારોનું ટેન્શન વધારી રહ્યું છે.
દેશભરમાં કોરોના વાયરસનાં નવા ઓમિક્રૉન વેરિયન્ટને લઈને હાઇ અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ આ વેરિયન્ટનો પહેલો કેસ સામે આવી ગયો છે. જામનગરનાં કોરોના વાયરસનો દર્દીનો રિપોર્ટ પૂણે મોકલવામાં આવ્યો હતો જે બાદ સામે આવ્યું છે આ દર્દી ઓમિક્રૉન વેરિયન્ટથી પીડિત છે.
આ દર્દી ઝીમ્બાબ્વેથી ગુજરાત આવ્યો હતો. નોંધનીય છે કે જામનગરનાં આ શંકાસ્પદ વ્યક્તિ વિશે તંત્ર જાણ થતાં જ ઘરનાં ૧૦ સભ્યોનો તાત્કાલિક કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
જાેકે તમામ ઘરના સભ્યો નેગેટિવ સાબિત થયા હતા. ટ્રાવેલ હિસ્ટ્રી જાેવા જઈએ ૮૭ જેટલા લોકો આ વ્યક્તિની સંપર્કમાં આવ્યા હતા અને ચાર લોકો પ્રવાસમાં સાથે જ હતા. તે તમામ ૮૭નાં પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ચોંકવાનારી બાબત એ છે આ દર્દીએ કોરોના વેક્સિનનાં બંને ડોઝ લઈ લીધા હતા છતાં કોરોના વાયરસની ઝપેટમાં આવ્યો છે. તંત્ર હવે સંપર્કમાં આવેલ તમામ લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.HS