કોરોનાના નિયંત્રણો સાત જાન્યુઆરી સુધી લંબાવાયા

Files Photo
ગાંધીનગર, કોરોના કેસોમાં વિસ્ફોટ થતાં સરકાર પર દરેક પાસાને સાંકળી આયોજનમાં જાેતરાઈ ગઈ છે. બીજી લહેર જેવી સ્થિતિ ફરી પેદા ન થાય તે માટે સરકારના આગોતરા આયોજન પર પ્રકાશ પાડવા ગુરૂવારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ મીડિયાને સંબોધન કરી માહિતી આપી છે.મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે રાજ્યમાં હજુ પણ ૯૦ લાખ લોકો રસીકરણ વગરના છે જેથી હવે વેકસીનેશન પર વધુ ભાર આપી મેગા ડ્રાઈવ યોજવામાં આવશે.
ગુજરાત સરકારની કોઈ પણ કચેરીમાં જતાં પહેલા વેક્સિનના બંને ડોઝ લેવા ફરજિયાત છે. આ ઉરાંત સરકારે કોવડની ગાઈડલાઈનને સાત જાન્યુઆરી સુધી લંબાવવાનો ર્નિણય પણ કર્યો છે. વાયબ્રન્ટ સમિટ અંગે મંત્રએ જણાવ્યું હતું કે આ સમિટ જરૂરી હોઈ તેનું આયોજન કરાશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપેલી માહિતી અનુસાર, ૧-૧૨થી ૩૦-૧૨ સુધીમાં ૨૪ દર્દીના ડેથ થયા છે. રાજ્ય સરકારે પૂરતી તૈયારીઓ કરી છે,રાજ્યમાં ૨૮૨૭ વેન્ટિલેટર બેડ છે, ૫૫૨૮૪ ઓક્સિન બેડ છે, કુલ ૧,૧૦,૦૦૦ બેડ છે, તો લાખથી વધુ દર્દીને બિલકુલ ચિંતા વગર રાખી શકીએ, રાજ્યમાં ૨૮૨૭ વેન્ટિલેટર બેડ છે, જે આ આંકડાઓના પ્રમાણમાં ઘણા બધા દર્દીઓ ખુબ ઝડપથી સાજા થવા, સંક્રમણનો દર વધારે પરંતુ ગંભીરતાને તિવ્રતા ખુબ ઓછો છે, ડેલ્ટા વેરિયન્ટ વાળા કેસ પણ છે, બન્ને ડોઝનુ જે રસીકરણ છે તેમાં બીજા ડોઝથી ૯૦ લાખ જેટલા લોકો વેક્સિનથી વંચિત છે, ૧૮ વર્ષની તમામે તમામ એક ડોઝ આપી દીધા છે, બાકીના બીજા ડોઝના પ્રયાસો ચાલુ છે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પ્રયત્નો થયો છે, કોવિડની અંદરમાં ઓમિક્રોન-ડેલ્ટા વેરિયન્ટમાં ગંભીરતા હોવી જાેઈએ તે ઓછી જાેવા મળી છે.
તારીખ ૩૦ ડિસેમ્બરને ગુરુવારના રોજ સાંજે ૫ કલાકે તાપી હૉલ સ્વર્ણિમ સંકૂલ ખાતે પ્રેસ વાર્તા રાખવામાં આવી હતી જેમાં મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી છે.
મહત્વનું છે કે છેલ્લા ૩ દિવસથી કોરોના કેસો ગત દિવસોની સરખામણીએ ડબલ અને ત્રણ ઘણા આવી રહ્યા છે. સાથે ઓમીક્રૉન કેસોની સંખ્યા પણ ૧૦૦ નજીક પહોંચવા આવી છે તેમાંથી ઘણા કેસો એવા પણ પોઝિટિવ આવ્યા છે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
ગુજરાતમાં સંભવિત ત્રીજી લહેરના ભણકારા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોજ કોર કમિટીની બેઠક બોલાવવાનો ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળનારી આ બેઠકમાં કોરોના કંટ્રોલની કામગીરીની રોજ રૂપરેખા તૈયાર થશે તેમજ જિલ્લાને આપેલ આદેશ પ્રમાણે થઈ રહેલા કામોનું સીએમ પટેલ ખુદ નિરીક્ષણ કરશે.સોમ, મંગળ, બુધ મુખ્યમંત્રી કાર્યાલયમાં કોર કમિટીની બેઠક મળશે જ્યારે ગુરુ, શુક્ર, શનિ મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠકનું આયોજન થશે.
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં પ્રવકતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જેવા મંત્રીઓ તો મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય વિભાગના એસીએસ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા અને અધિક મુખ્ય સચિવ રાજકુમાર જેવા મોટા અધિકારી હાજર રહેશે.SSS