કોરોનાના પગલે અમેરિકામાં ભૂખમરાનુ સંકટ
વોશિંગ્ટન, દુનિયાના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાની હાલત કોરોનાના કારણે ખરાબ થઈ છે.અમેરિકાની ઈકોનોમીને તેના કારણે મોટો ફટકો પડ્યો છે અને બીજી તરફ લાખો લોકો જીવ ગુમાવી ચુક્યા છે તે અલગ.
અમેરિકાની હાલત કોરોનાના કારણે 2008ની મંદી કરતા પણ ખરાબ થઈ છે.અમેરિકામાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીના કારણે લાખો લોકો એકઠા થયા હોવાથી અમેરિકાને કોરોનાની એક નવી લહેરનો સામનો કરવાનો વારો આવી શકે છે.અત્યાર સુધી અમેરિકામાં બે કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને મોટા પાયે લોકોએ નોકરીઓ પણ ગુમાવી છે.
અમેરિકામાં ભૂખમરા સામે કામ કરતા સૌથી મોટા સંગઠન ફિડિંગ અમેરિકાના કહેવા પ્રમાણે પાંચ કરોડ લોકો ભોજનની અછતનો સામનો કરી રહ્યા છે.જેનો મતલબ એ થાય કે અમેરિકાના દર 6માંથી એક નાગરિક સામે ભૂખમરાનુ સંકટ છે.આંકડા પ્રમાણે દરેક ચોથુ અમેરિકન બાળક ભૂખ્યા સુવા માટે મજબૂર છે.