અમદાવાદ જિલ્લામાં ૭૮.૦૭ લાખથી વધુ લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારતા ઉકાળાનું વિતરણ
અમદાવાદ જિલ્લામાં ૭૮.૦૭ લાખથી વધુ લોકોને રોગ પ્રતિકાર શક્તિ વધારતા ઉકાળા ૪૭.૩૦ લાખહોમીયોપેથિક દવા- ૨.૨૩ લાખ શંસમની વટી ગોળીઓ અપાઈ.
કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા “કોરોના યોધ્ધા બનો-ઘરે રહો, સુરક્ષિત રહો” ના ધ્યેયમંત્રના પ્રચાર સાથે સમગ્ર જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે જેવી સઘન આરોગ્ય વિષયક કામગીરી ઉપરાંત શંકાસ્પદ કોરોના દર્દીઓના સેમ્પલ લેવા જેવી કામગીરી તો કરાય જ છે, પરંતુ લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા પર એટલો જ ભાર મુકાયો છે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે…” અમદાવાદ કોરોનાની મહામારીને એક પડકાર સ્વરૂપે લઈને જિલ્લામાં વિવિધ કામગીરી કરાય છે. આરોગ્ય વિભાગ દ્વારા દિવસ-રાત કામગીરી કરાઈ છે. જિલ્લામાં ૭૮.૦૭ લાખથી વધુ લોકોને રોગ પ્રતિકાર શક્તિ વધારતા ઉકાળા તથા ૪૭.૩૦ લાખથી વધુ હોમીયોપેથિક દવાઓ તથા ૨.૨૩ લાખથી વધુ શંસમની વટી ગોળીઓ અપાઈ છે.
અમદાવાદ જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી જોષીએ જણાવ્યું છે કે, અમદાવાદમાં ૧૯ મે થી ધન્વંતરી રથ શરુ કરાયા છે. જેનો આજ પર્યંત ૨,૧૪,૭૯૩ લોકોએ લાભ લીધો છે. આજ રીતે ક્વોર ન્ટાઈન સેન્ટરમાં ૩૦,૮૯૬ લોકોને તથા આયુર્વેદિલ ઉકાળા તથા ૧૩,૯૨૧ લોકોને હોમિયોપેથિક દવાના ડોઝ અપાય છે. સમરસ હોસ્ટેલ તથા અન્ય સ્થળોએ કુલ ૧,૭૦૫ એસિમ્પ્ટોમેટિક દર્દીઓને આયુર્વેદિ દવાઓનો લાભ અપાયો છે,
જ્યારે કોવિડ કેર સેન્ટરો એવા ૧૨૦૦ બેડ મેડીસીટી હોસ્પિટલ ખાતે ૨,૧૪૧ દર્દીઓને આયુર્વેદિક તથા ૭૪૯ દર્દીઓને હોમિયોપેથિક, સોલા સિવીલ હોસ્પિટલ ખાતે ૫૫૪ દર્દીઓને આયુર્વેદિક તથા ૨૫૫ દર્દીઓને હોમિયોપેથિક, એસ.વી.પી હોસ્પિટલ ખાતે ૧,૦૪૯ દર્દીઓને આયુર્વેદિક તથા ૩૬૩ દર્દીઓને હોમિયોપેથિક તથા કિડની હોસ્પિટ્લ ખાતે ૪૯ દર્દીઓને આયુર્વેદિક તથા ૨૨ દર્દીઓને હોમિયોપેથિક દવાઓ અપાઈ છે. આમ અમદાવાદ શહેર જિલ્લામાં આયુર્વેદિક ઉકાળા તથા હોમિયોપેથિક દવાઓનું વ્યાપક વિતરણ કરીને રોગનું સંક્રમણ અટકાવવામાં મહદઅંશે સફળતા મળી છે.