કોરોનાના પોઝીટીવ દર્દીઓ વિલંબથી હોસ્પિટલ જતા હોવાથી મૃત્યુ દર વધ્યો
નવીદિલ્હી, દેશમાં કોરોના બીમારીથી મોટી સંખ્યામાં મોત કેમ થયા તેને લઇ સરકારે કારણ બતાવ્યું છે. સરકારના નિષ્ણાંતોનું કહેવુ છે કે અન્ય દેશોની સરખામણીમાં દેશમાં કોરોના વાયરસ બીમારીથી દેશમાં ઓછા દર્દી મરી રહ્યાં છે નિષ્ણાંતોનું કહેવુ છે કે મોટા પાયા પર જે મોત થયા તેનું કારણ એ છે કે દર્દી વિલંબથથી હોસ્પિટલ પહોંચી રહ્યાં છે.
ભારતમાં પ્રતિ દસ લાખની વસ્તી પર કોરોનાથી મૃયુ પામનારા ૧૦૬ છે જયારે આ આંકડો વૈશ્વિક સ્તર પર ૨૧૬ છે તેનો મતલબ એ થયો કે ભારતમાં પ્રતિ દસ લાખ વસ્તી પર ૧૦૬ લોતો મારી રહ્યા છે જયારે વિશ્વમાં ૨૧૬ લોકો મરી રહ્યાં છે
ડો.પી કે પોલનું કહેવુ છે કે દેશમાં વસ્તીની સરખામણીમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા ઓછી છે અને નિષ્ણાંતો અનુસાર મોટાભાગના પોઝીટીવ મામલા જે ગંભીર છે વિલંબથી હોસ્પિટલ જાય છે તેના કારણે આટલી સંખ્યામાં મોત થયા છે.દર્દીઓના વિલંબથી હોસ્પિટલ પહોંચવા પર સ્થિતિ બગડી જાય છે.
ડો પાલનું કહેવુ છે કે આંકડાનુ માનવામાં આવે તો દેશમાં કોરોનાના મામલામાં ઘટાડો આવ્યો છે વર્તમાનમાં પ્રતિ દસ લાખની વસ્તી પર ભારતમાં ૭,૩૦૦ કોરોનાના મામલા સામે આવી રહ્યાં છે. જયારે વૈશ્વિક સ્તર પર આ આંકડા ૯,૬૦૦ છેે.
કોરોના વાયરસના દૈનિક મામલામાં કમી અને વધારાનો સિલસિલો ચાલુ છે ગત ૨૪ કલાકમાં ૨૩,૯૫૦ નવા મામલા રિપોર્ટ કરવામાં આવ્યા છે દેશમાં સંક્રમણમુકત દર્દઓની સંખ્યા ૯૬ લાખથી વધુ થઇ ગઇ છે.જયારે સક્રિય મામલા ઘટી ત્રણ લાખથી ઓછી થઇ ગઇ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં ૨૩,૯૫૦ નવા સંક્રમિત મળ્યા છે આ રીતે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા કુલ દર્દીઓની સંખ્યા ૧,૦૦,૯૯,૦૬૬ થઇ ગઇ છે.આ દરમિયાન ૩૩૩ દર્દીઓને વાયરસના સંક્રમણને કારણે પોતાની જીવ ગુમાવ્યા છે અત્યાર સુધી કુલ ૧,૪૬,૪૪૪ લોકોના વાયરસના સંક્રમણને કારણે મોત થયા છે.HS