કોરોનાના ભયે વરુણે તેના લગ્ન સાદગીથી કર્યા હતા
મુંબઈ, બોલિવૂડ અભિનેતા વરુણ ધવને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા. બોલિવૂડ સેલેબ્સ મોટાભાગે ધામધૂમથી લગ્ન કરતા હોય છે, પરંતુ વરુણ ધવને અત્યંત સાદગીથી લગ્ન કર્યા હતા અને ઘણાં ઓછા લોકોને આમંત્રણ આપ્યુ હતુ. વરુણના લગ્નમાં પરિવારના સભ્યો અને અત્યંત નજીકના મિત્રો હાજર રહ્યા હતા. તાજેતરમાં જ વરુણે સાદગીથી લગ્ન કરવા પાછળનું કારણ જણાવ્યુ હતું.
એક ન્યુઝ પોર્ટલ સાથેની વાતચીતમાં વરુણે જણાવ્યું કે, તે ભવ્ય લગ્નનું આયોજન નહોતો કરવા માંગતો. તમારે સમયની ગંભીરતાનો સ્વીકાર કરવો પડે છે. લગ્નમાં ઘણાં મોટી ઉંમરના લોકો આવવાના હતા, અને હું તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગતો હતો. લગ્નને સાદગીથી કરવા પાછળનું આ પણ એક મહત્વનું કારણ છે.
વરુણે આગળ જણાવ્યું કે, અમારા સાદગીપૂર્વકના લગ્ન નતાશા અને મારા વ્યક્તિત્વને રજૂ કરે છે. મારું અંગત જીવન હંમેશા સાદગીભર્યું જ રહ્યું છે. નતાશાને પણ ગ્લેમર અને પેપરાઝીની આદત નથી, તો તેણે પણ લગ્નને ખાનગી રાખવાની વિનંતી કરી હતી. અમને વધારે પડતી શો-શા પસંદ નથી અને અત્યારે એવો સમય પણ નથી. ઉલ્લેખનીય છે કે નતાશા દલાલ અને વરુણ ધવન શાળામાં સાથે અભ્યાસ કરતા હતા અને લાંબા સમય સુધી મિત્રો હતા. ત્યારપછી તેમણે ડેટિંગ કરવાની શરુઆત કરી હતી.
લગભગ ૨૦ વર્ષની ઉંમર પછી તેમને લાગ્યું કે તેઓ મિત્રો કરતા વધારે હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો વરુણ આગામી થોડા સમયમાં અનેક ફિલ્મોમાં દેખાશે. દિનેઝ વિજનની ફિલ્મ ભેડિયામાં પણ તે દેખાશે જેમાં ક્રિતિ સેનન પણ મુખ્ય ભૂમિકામાં હશે. આ સિવાય રાજ મહેતાની ફિલ્મ જુગ જુગ જીયોમાં પણ દેખાશે જેમાં કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતૂ કપૂર પણ જાેવા મળશે. આ સિવાય વરુણ ધવન ફરી એકવાર બદલાપુરના ડિરેક્ટર શ્રીરામ રાઘવન સાથે કામ કરશે. તે ફિલ્મ એક્કીસમાં જાેવા મળશે જે સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલના જીવન પર આધારિત ફિલ્મ હશે.SSS