કોરોનાના ભય વચ્ચે પણ ભરૂચમાં ઘોઘારાવની સ્થાપના સાથે છડી ઝૂલાવાઈ

ભરૂચ ના ઘોઘારાવ મંદિરના સંકુલ માંજ છડી ને ઝુલાવતા સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આખા ગુજરાત માં માત્ર ભરૂચ ખાતે ઉજવાતા મેઘમેળા ને પણ કોરોના નું ગ્રહણ લાગ્યું છે ત્યારે મેળા અંગે જિલ્લા વહીવટી તંત્ર એ પ્રતિબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.ત્યારે ધાર્મિક વિધિ મુજબ ઘોઘારાવ મંદિરે વિધિવત ઘોઘારાવ મહારાજ ની સ્થાપના કરવા સાથે સાડા ત્રણ દિવસ ના અંખડ જ્યોત ને પ્રગટાવી છડી ઉત્સવ નો પ્રારંભ કરાયો હતો અને છડી ઝુલાવવામાં આવી હતી અને છડી ને જોવા લોકો ના મેળાવડા જામ્યા હતા.
સમગ્ર વિશ્વ માં માત્ર ભરૂચ ખાતે છેલ્લા ૨૫૦ વર્ષ થી ઉજવાતા મેઘ ઉત્સવ ને કોરોના નું ગ્રહણ લાગ્યું છે અને સાતમ થી ભરાતા ભાતીગળ મેઘમેળા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જીલ્લા વહીવટી તંત્ર એ પ્રસિદ્ધ કર્યું છે.જેના પગલે મેળો યોજાયો નથી પરંતુ ભોઈ પંચ દ્વારા ધાર્મિક વિધિ મુજબ ધોધારાવ મંદિર ને ખુલ્લું કરી મંદિર માં ધોધારાવ ની વિધિવત સ્થાપના કરવામાં આવી છે અને ભરૂચ માં ત્રણ સમાજ દ્વારા પોત પોતાના સમાજ ની વાડી માં ધોધારાવ ની સ્થાપના વિધિવત મુજબ કરવામાં આવી છે.
જેમાં ભરૂચ માં મેઘરાજા ની સ્થાપના નજીક ધોધારાવ મંદિરે ભોઈ પંચ દ્વારા સાડા ત્રણ દિવસ માટે અખંડ જ્યોતિ પ્રગટાવી છડી ની સ્થાપના કરી હતી અને છડી ને મંદિર નજીક ઝુલાવવામાં પણ આવી હતી અને લોકો નો જોવા મળે મેળાવડો જામ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને ફોટા અને વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થતા જાહેરનામાં ના ધજાગરા ઉડતા પોલીસ ની કામગીરી ઉપર સવાલો ઉભા થયા હતા.તો ભરૂચ માં લાલબજાર વિસ્તાર માં હરીજન વાસ માં પણ સમાજ ના આગેવાનો દ્વારા સાદગાઈ થી ધોધારાવ ની સ્થાપના સાથે અખંડ જ્યોત પ્રગટાવી છડી ઉત્સવ નો પ્રારંભ કર્યો હતો.
તો વેજલપુર માં ખારવા ખંભાતી પંચ દ્વારા પણ વિધિવત મુજબ ધોધારાવ ની સ્થાપના કરી સાડા ત્રણ દિવસ માટે અખંડ જ્યોત પ્રગટાવી છડી ઉત્સવ ની ધાર્મિક વિધિ કરવામાં આવી હતી અને ત્રણેય સમાજ દ્વારા પ્રગટાવામા આવેલ અખંડ જ્યોત સાડા ત્રણ દિવસ બાદ મેઘરાજા ના વિસર્જન સમયે સંધ્યાકાળે અખંડ જ્યોત સ્વયં બુઝાઈ જતો હોય છે અને આ નજારો જોવા માટે લોકોનું માનવ મહેરામણ ઉમટતું હોય છે.
ભરૂચ માં ધોધારાવ મહારાજ પરંપરા મુજબ સ્થાપના કરવામાં આવે છે.ઘોઘારાવ મહારાજ સમાધિ માં સમાતા તેમની માતા એ તેમના ધોડા ની પૂછડી પકડી ત્યારે તેમને પોતાની તલવાર થી પૂછડી કાપી તાય્રે તેમની માતા એ વચન આપ્યું હતુ કે શ્રાવણી સાતમ થી દશમ સુધી સાડા ત્રણ દિવસ માટે હું ધરતી ઉપર અચૂક હાજર રહીશ અને ત્યાર થી સાડા ત્રણ દિવસ માટે ઘોઘારાવ મહારાજ ની સ્થાપના શ્રાવણી સાતમ થી કરવામાં આવે છે અને આ તહેવારોલગ્ન ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે.જેમાં ઘોઘારાવ મહારાજ તેઓ ની પત્ની ને મળવા આવે છે જેથી કરી તેઓ બે દિવસ મંદિર કે જેઓ ની ઘર કહેવામાં આવે છે.અને તેઓ ની સાસરી તરીકે ધોળીકુઈ વિસ્તાર માં લઈ જવામાં આવે છે. અને ત્યાં છડી ને એક રાત નો વાસો કરાવી પરત છડી ને મંદિરો માં લઈ જવામાં આવે છે અને દશમ ની સંધ્યાકાળે સાતમ ના દિવસે પ્રગટાવેલા અખંડ જ્યોત આપમેળે ઓલવાઈ જતી હોય છે અને આમ આ પર્વ નું સમાપન થતું હોય છે. ભરૂચ જીલ્લા માં કોરોના ની મહામારી ના પગલે તમામ તહેવારો ઉપર રોક લાગી ગઈ છે.ત્યારે ભરૂચ માં ત્રણ સમાજ દ્વારા ઉત્સાહ અને ઉમંગ ભેર ઉજવાતા છડી ઉત્સવ માં છડી અને અખંડ જ્યોત ને મંદિર સંકુલ માં ફરાવી પર્વ ની સાદગાઈ થી ઉજવણી કરવામાં આવશે.જેને કારણે સમાજ ના લોકો માં નારાજગી પણ જોવા મળી રહી છે.ત્યારે આ પર્વ સમાજ ના લોકો દિવાળી કરતા પણ વધુ મહત્વ આપી ઉજવતા હોય છે.
ભરૂચ માં છડી ઉત્સવ ખારવા ખંભાતી પંચ,ભોઈ પંચ અને હરીજન પંચ દ્વારા ધામધૂમ પૂર્વક અને ભક્તિભાવ પૂર્વક ઉજવાતો હોય છે.ત્યારે હાલ માં ચાલી રહેલી કોરોના ની મહામારી ના કારણે તમામ ધાર્મિક ઉત્સવો ઉપર તંત્ર દ્વારા રોક લગાવામાં આવી છે.ત્યારે ત્રણેય સમાજ ના લોકો એ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારી કાર્યક્રમો માટે પરવાનગી અપાઈ છે.ધાર્મિક કાર્યક્રમો માટે પરવાનગી નથી અપાતી ત્યારે ત્રણેય સમાજ ના લોકો માં ભારે આક્રોશ સરકારી અને તંત્ર સામે ઠાલવી રહ્યા છે