Western Times News

Gujarati News

કોરોનાના મહામારીના આઠ મહીના બાદ પણ આઇસીયુ બેડ દર્દીઓ માટે સૌથી મોટો પડકાર

પ્રતિકાત્મક

નવીદિલ્હી, ભારતમાં લગભગ રોજ ૯૦ હજારથી વધુ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે દર્દીઓની વધતી સંખ્યાની સાથે ગંભીર સંક્રમિતો માટે આઇસીયુ બેડની વ્યવસ્થા કરવી મોટો પડકાર છે સ્વતંત્ર આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે ઓકટોબરના મધ્ય સુધી ભારત દર્દીઓની સંખ્યા મામલે અમેરિકાને પાછળ છોડી દેશે આ દરમિયાન સરકારનું કહેવુ છે કે દેશમાં કોરોનાના ૯૨ ટકા કેસ માઇલ્ડ છે.

આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણનું કહેવુ છે કે માત્ર છ ટકા કોરોના રોગીઓને જ હોસ્પિટલોમાં ઓકસીજનની જરૂર પડે છે તેમાં પણ ૩.૬૯ ટકા દર્દીને માત્ર ઓકિસજનની જરૂર પડે છે અને ૨.૧૭ ટકાને આઇસીયુ બેડની જરૂર હોય છે.
જાે કે લોકસ સર્કલ્સ દ્વારા કરવામાં આવેલા સર્વે મુબઇ આઇસીયુ બેડ મેળવવા માટે ભલામણ સુધીની જરૂર પડી રહી છે દેશના ૨૧૧ જિલ્લામાં કરવામાં આવેલા સર્વે મુજબ ૩૭ ટકા લોકોએ માન્ય કે આઇસીયુ બેડ માટે તેઓએ કોન્ટેકટનો ઉપયોગ કર્યો આ સર્વેમાં લગભગ ૧૭ હજાર લોકો સાથે વાતચીત કરવામાં આવી છે સાત ટકા લોકોનું કહેવુ છે કે તેઓએ આઇસીયુ બેડ મેળવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કર્યો ત્યાં સુધી કે સાત ટકા લોકોનું એવું પણ કહેવુ છે કે તેઓએ આઇસીયુ બેડ માટે લાંચ આપી આ સર્વેમાં માત્ર ચાર ટકા લોકોએ કહ્યું હતું કે તેમને સરળતાથી બેડ મળી ગયો.

કેટલાક લોકોએ એમ પણ જણાવ્યું હતું કે તેમને બેડ મેળવવા માટે સોશિયલ મીડિયા પર મામલો ઉઠાવવો પડયો લગભગ ૯૦ ટકા લોકોનું માનવુ છે કે હોસ્પિટલને કોવિડ ૧૯ને ધ્યાને લઇ આઇસીયુ બેડની સંખ્યા વધારવી જાેઇએ કેટલાક લોકોએ જણાવ્યું કે દિલ્હી સરકારની એપ દિલ્હી કોરોના પર તો હોસ્પિટલમાં આઇસીયુ બેડની ઉપલબ્ધતા દર્શાવાય છે પરંતુ હોસ્પિટલ પહોંચતા બેડ નથી મળતા દિલ્હી સરકારનું કહેવુ છે કે ગત થોડા દિવસની અંદર રાજયમાં ૫૦૦ કોરોના બેડ વધારવામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.