કોરોનાના રાજ્યમાં આજે માત્ર ૧૫ કેસ જ નોંધાયા
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના કેસ તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સારો એવો વધારો થઇ રહ્યો છે. કોરોનાના રાજ્યમાં આજે માત્ર ૧૫ કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ ૧૬ દર્દીઓ સાજા થયા છે. ૮,૧૫,૦૨૪ નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓ ૯૮.૭૬ ટકાએ પહોંચ્યો છે. આ ઉપરાંત ૩,૯૭,૫૨૪ રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
જાે એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ ૧૮૪ એક્ટિવ દર્દીઓ છે. જે પૈકી ૦૫ વેન્ટિલેટર પર છે. ૧૭૯ દર્દીઓ સ્ટેબલ છે. ૮,૧૫,૦૨૪ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૧૦૦૭૯ દર્દીઓનાં મોત થયા છે. આ ઉપરાંત કોરોનાને કારણે આજે રાજકોટમાં માત્ર ૦૧ દર્દીનું મોત થયું છે. તો બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૨૮ વર્કર્સને રસીનો પ્રથમ ડોઝ અને ૫૩૭૮ વર્કર્સને રસીનો બીજાે ડોઝ આપના દિવસમાં અપાયો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૬૮૯૩૯ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૫૮૨૭૦ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨,૧૫,૯૦૮ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૪૯૦૦૧ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ સાથે આજના દિવસમાં કુલ ૩,૯૭,૫૨૪ નાગરિકોનું આજે રસીકરણ થયું છે. અત્યાર સુધીમાં કુલ ૪,૨૬,૬૬,૬૫૨ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS