કોરોનાના લક્ષણવાળા છાત્રની અલગ રૂમમાં પરીક્ષા લેવાશે
અમદાવાદ, દેશભરમાં ૪ મેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં બોર્ડ દ્વારા પ્રાયોગિક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. બોર્ડની બે માસમાં લેવાનારી પરીક્ષા વખતે પરીક્ષા કેન્દ્રો પર બહાર જ વિદ્યાર્થીઓના ટેમ્પરેચરની ચકાસણી કરવામાં આવશે.
આ દરમિયાન વિદ્યાર્થીનું ટેમ્પરેચર જણાશે તો તેને અલગ રૂમમાં બેસાડીને પરીક્ષા લેવાશે. સીબીએસઈની ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા વખતે જે વિદ્યાર્થીને કોરોનાના લક્ષણ (શરદી, તાવ, ખાંસી) જણાશે તો તેને અલગ રૂમમાં બેસાડીને પરીક્ષા લેવામાં આવશે તેવો ર્નિણય કરવામાં આવ્યો છે.
તમામ વિદ્યાર્થીઓનો થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. જેનું ટેમ્પરેચર ૯૯.૦૪ ડિગ્રી કરતા ઓછું હશે તેવા વિદ્યાર્થીઓને અલગ વર્ખખંડમાં બેસાડી પરીક્ષા લેવામાં આવશે. આ માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર એક વર્ગખંડ અલગથી રાખી મુકાશે. જેમાં શરદી, તાવ અને ખાંસી હોય તેવા વિદ્યાર્થીઓને બેસાડીને પરીક્ષા લેવાશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે રીતની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઉપરાંત વિદ્યાર્થીએ માસ્ક પહેરીને જ પરીક્ષા આપવાની રહેશે.
આ વર્ગખંડમાં જે શિક્ષકોને નિરીક્ષક તરીકેની કામગીરી સોંપપવામાં આવશે તેમને અન્ય વર્ગખંડમાં કામગીરીમાં સોંપવામાં નહીં આવે તેવું પણ નક્કી કરાયું છે. પ્રાપ્ત માહિતી મુજબ પરીક્ષા વખતે વિદ્યાર્થીઓનો સમય ન બગડે તે માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર ૫૦ વિદ્યાર્થી દીઠ એક થર્મલ સ્ક્રીનિંગ પણ વ્યવસ્થા કરવામાં આવશે.
આ માટે સ્કૂલના શિક્ષકોને સ્ક્રીનિંગની કામગીરીમાં લગાડવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર ભીડ ન થાય તે માટે લાઈન બનાવી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે અવે તેમની વય્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે.
વિદ્યાર્થીઓને પરીક્ષા માટેની જે હોલ ટિકિટ અપાશે તેની પાછળ પણ કોરોનાથી બચવા માટે શું કરવું તેની સૂચનાઓ લખવામાં આવશે. આમ કોરોનાના પગેલ અન્ય વિદ્યાર્થીઓને ચેપ ન લાગે તે માટેની પૂરતી તૈયારીઓ બોર્ડ દ્વારા કરવામાં આવી છે.