કોરોનાના લક્ષણો ધરાવતા લોકો ટેસ્ટ નહીં કરાવતા હોઈ તેમને શોધવા અભિયાન હાથ ધરાશે
કોરોના સુપર સ્પ્રેડરોને શોધવા ડોર ટુ ડોર સર્વેની કવાયત-કોરોનાના કેસને વધતા અટકાવવા માટે સુપરસ્પ્રેડરોને શોધવા ડોર ટુ ડોર’ સર્વે કરવા માટે ચક્રો ગતિમાન થાય એવી શક્યતાઓ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાતમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધતા સફાળી જાગેલી રાજય સરકારે વાયબ્રન્ટ સમિટ, આંતર રાષ્ટ્રીય પતંગોત્સવ, ફલાવર શો, સહિતના કાર્યક્રમો રદ્દ કરી દીધા પછી હવે કોરોનાના નવા કેેસોને વધતા અટકાવવા માટે ’સુપર સ્પ્રેડરો’ને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.
ખાસ કરીને આવા સુપરસ્પ્રેડરો અન્યોના સંપર્કમાં આવતા હોવાથી ઝડપથી કોરોના પ્રસરી જાય છે. તેથી રાજ્ય સરકાર અને જુેદી જુદી કોર્પોરેશનો દ્વારા ખુબ જ ઝડપથી સુપરસ્પ્રેડરોને શોધવા ઝુૃબેશ શરૂ કરાશે. ધાર્મિક રાજકીય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેલા આગેવાનો, કાર્યકરો અને અન્ય લોકો સંક્રમિત થતાં તેઓ કોના કોના સંપર્કમાં આવ્યા તે અંગે વિગતો જાણવા મુશ્કેલ થતાં વહીવટી તંત્ર ચિંતામાં મુકાયુ છે.
માત્ર અમુક કાર્યક્રમો રદ્દ થવાથી વાત અટકશે નહી. તેવો સ્પષ્ટ અહેસાસ થતાં જ ધાર્મિક-રાજકીય મેળાવડાઓ સહિતના જાહેર કાર્યક્રમો રદ્દ કરાશે. અગર તો કડક નિયંત્રણો આવે તેવી શક્યતાઓ છે.
ઘણા લોકો કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા હોવા છતાં ભયભીત થઈને ટેસ્ટ કરાવતા નથી. તો ક્યાંક ખાનગી રીતે દવા કરાવતા હોય છે. આવા અનેક લોકો બીજાને સંક્રમિત કરે એવી સંભાવનાઓ હોવાથી સુપરસ્પ્રેેડરોને શોધવા તંત્ર ઝડપથી કાર્યવાહી શરૂ કરે એવા સંકેતો મળી રહ્યા છે.
શાકમાર્કેટ, હોટેલ્સ, ચાની કિટલીઓ, પાનના ગલ્લાઓ સહિતના સ્થળો કે જયાં વધારે ભીડભાડ હોય છે. અને કોરોનાની ગાઈડલાઈનનું અમલ થતુ નથી. એવા તમામ સ્થળોએ નવા નિયંત્રણો આવી શકે છે. પ્રથમ લહેર વખતે જે પ્રકારના કડક નિયંત્રણો અમલમાં આવ્યા હતા એવા જ નિયંત્રણોની વિચાણા ચાલી રહી છે. તો કફ્ર્યુના અમલના સમયગાળામાં પણ વધારો કરાય અને માર્કેેટમાં દુકાનો, શો-રૂમ માટે સંભવતઃ નવા નિયમો અમલી બનાવાશે.
કોરોનાના કેસમાં અચાનક જ ઉછાળો આવ્યા પછી રાજય સરકાર એકશનમાં આવી ગઈ છે. એક પછી એક નિર્ણયો લીધા પછી સામાન્ય જનજીવનને લગતા નિયંત્રણો અમલમાં આવશે. તેમાં પણ આજથી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) અને બીઆરટીએસ બસમાં પ૦ ટકા મુસાફરોની ક્ષમતા તથા કોવિડ વેક્સિનના બે ડોઝના નવા નિયમો સાથે રાજમાર્ગ પર દોડી રહી છે
ત્યારે ઓટોરીક્ષા- શટલ રીક્ષાઓ તથા અન્ય તમામ સ્તરે નિયંત્રણો વધુ કડક બનાવાશે તેમ નાય છે. સાથે સાથે કોરોનાના કેસને વધતા અટકાવવા માટે સુપરસ્પ્રેડરોને શોધવા ડોર ટુ ડોર’ સર્વે કરવા માટે ચક્રો ગતિમાન થાય એવી શક્યતાઓ છે.
અગાઉ જેમ આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે ફરીને કોરોના અંગેે તપાસ કરતા હતા તે પ્રકારની પધ્ધતિ અમલમાં મુકવા માટે વિચારણા ચાલી રહી છે. આ સંદર્ભમાં વહીવટી સ્તરે ગંભીર રીતે સમીક્ષા કરવામાં આવી રહી હોવાનું કહેવાય છે.