કોરોનાના લીધે ભારતનો પ્રવાસ મુશ્કેલીમાં મુકાયો
નવીદિલ્હી: શિખર ધવનના નેતૃત્વવાળી ટીમ ઇન્ડીયાને ૧૩ જુલાઇથી શ્રીલંકા વિરૂદ્ધ વનડે મેચ રમાવવાની હતી પરંતુ કોરોનાના લીધે હવે તે સીરીઝ ૧૭ જુલાઇથી શરૂ થશે. તો બીજી તરફ વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમ ૪ ઓગસ્ટથી ઇગ્લેંડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝની શરૂઆત કરશે.
શ્રીલંકાઇ ક્રિકેટ ટીમના કેમ્પમાં કોવિડ ૧૯ના ૨ કેસ સામે આવ્યા બાદ આ ટીમ વિરૂદ્ધ ભારતની ૬ મેચોની લિમિટેડ ઓવર્સ સીરીઝના શિડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પહેલી વનડે મેચ ૧૩ જુલાઇના બદલે ૧૭ જુલાઇના રોજ થશે. શ્રીલંકાના બેટ્સમેન કોચ ગ્રાંટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન બ્રિટનથી પરત ફર્યા બાદ કોવિડ ૧૯ ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા છે.
જૂના શિડ્યૂલ અનુસાર ભારત અને શિડ્યૂલ વચ્ચે વનડે સીરીઝ ૧૩ જુલાઇથી ૧૯ જુલાઇ સુધી રમાવવાની હતી. ત્યારબાદ ટી ૨૦ ઇન્ટરનેશનલ સીરીઝ ૨૨ થી ૨૭ જુલાઇ સુધી રમાવવાની હતી. તો બીજી તરફ કોરોનાના લીધે સ્થિતિ ખરાબ થતાં હવે વનડે સીરીઝ ૧૭ થી શરૂ થઇ રહી છે અને જાે ત્યારબાદ ટી ૨૦ સીરીઝના શિડ્યૂલને આગળ વધારવામાં આવ્યું, બની શકે છે કે ટીમ ઇન્ડીયા એક દિવસમાં બે મેચ (ટેસ્ટ ટી ૨૦) રમતી જાેવા મળે. તમને જણાવી દઇએ કે ૪ ઓગસ્ટથી વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમને ઇગ્લેંડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ પણ રમવાની છે.
કોરોન્ટાઇનમાં રહેતા અન્ય તમામ ખેલાડીઓની પણ તપાસ કરાવવામાં આવી છે. નેગેટિવ આવ્યા પહેલાં શ્રીલંકાઇ ટીમને સ્વદેશ પરત ફર્યા બાઅદ પોતાના આરટીપીસીઆર ટેસ્ટના પરિણામોની આતુરતાપૂર્વક રાહ જાેવી પડી કારણ કે રવિવારે બ્રિસ્ટલમાં પ્રવાસના અંતિમ મેચ બાદ ઇંગ્લેડ ટીમમાં ઘણા ખેલાડીઓ કોવિડ ૧૯ પોઝિટિવ આવ્યા હતા.