Western Times News

Gujarati News

કોરોનાના લીધે શ્રેયા ઘોષાલનું બેબી શાવર વર્ચ્યુઅલી યોજાયું

મુંબઈ: મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા થોડા સમયમાં ઘણા સેલિબ્રિટી કપલ્સના ત્યાં પારણું બંધાયું છે. કેટલાય સેલેબ્સ એવા પણ છે જે હાલ પોતાના બાળકના આગમનના દિવસો ગણી રહ્યા છે. બોલિવુડની પોપ્યુલર સિંગર શ્રેયા ઘોષાલ પણ થોડા દિવસોમાં મમ્મી બની જશે. ત્યારે શ્રેયા માટે તેની બહેનપણીઓએ બેબી શાવરનું આયોજન કર્યું હતું. કોરોના મહામારીના કારણે શ્રેયાનું બેબી શાવર થોડું અલગ હતું. શ્રેયા ઘોષાલની બહેનપણીઓએ તેના માટે ડિજિટલ બેબી શાવરનું આયોજન કર્યું હતું. શ્રેયાએ જણાવ્યું કે તેની બહેનપણીઓએ તેના માટે ઘરે બનાવેલું ભોજન મોકલ્યું હતું અને ઓનલાઈન કેટલીક ગેમ્સનું આયોજન કર્યું હતું. બેબી શાવર માટે શ્રેયા રેડ રંગના ડ્રેસમાં જાેવા મળી હતી

તેની સામે વિવિધ વાનગીઓથી સજાવેલી થાળી જાેઈ શકાય છે. શ્રેયાએ બેબી શાવરની તસવીરો શેર કરતાં લખ્યું, “જ્યારે મિત્રો દૂર રહીને પણ તમને પંપાળે છે. ઓનલાઈન સરપ્રાઈઝ બેબી શાવર મારી ક્યૂટ ‘બાવરીઓ’ તરફથી. સૌએ કંઈક ઘરે બનાવ્યું અથવા હાથ બનાવટનું એક થાળીમાં સજાવીને મોકલ્યું. રમતો રમ્યા અને અઢળક મજા કરી. હું કેટલી નસીબદાર છું. કાશ આ સમય અલગ હોત અને અહીં લોકડાઉન કે કર્ફ્‌યૂ ના હોત.

મારી બહેનપણીઓને મળવાનું મિસ કરી રહી છું. આ પોસ્ટ સાથે શ્રેયાએ પોતાની બહેનપણીઓને ટેગ કરી છે સાથે જ ઓનલાઈન બેબી શાવર માટે ટેક્નિકલ વ્યવસ્થા કરવા બદલ શાન્તનુ મોઈત્રા અને શિલાદિત્યનો આભાર માન્યો છે. થોડા દિવસ પહેલા શ્રેયાએ પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તસવીરો શેર કરતાં સિંગરે લખ્યું હતું,

“મારા જીવનનો સૌથી સુંદર તબક્કો માણી રહી છું. ઈશ્વરનો દિવ્ય ચમત્કાર.” ઉલ્લેખનીય છે કે, જણાવી દઈએ કે, ૩૬ વર્ષીય સિંગર શ્રેયા ઘોષાલે ૨૦૧૫માં શિલાદિત્ય સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન સાદગીથી નજીકના સગા-સંબંધીઓની હાજરીમાં થયા હતા. લગ્નના ૬ વર્ષ બાદ શ્રેયા અને શિલાદિત્ય પેરેન્ટ્‌સ બનવા જઈ રહ્યા છે. મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાંથી શ્રેયા પહેલા સિંગર હર્ષદીપ કૌર પણ ગુડન્યૂઝ સંભળાવી ચૂકી છે. હર્ષદીપ કૌર અને પતિ મનકીત માર્ચ મહિનામાં પેરેન્ટ્‌સ બન્યા છે. હર્ષદીપ અને મનકીતને ત્યાં દીકરાનો જન્મ થયો છે જેનું નામ હુનર પાડ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.