કોરોનાના લીધે સતત બીજી વખત અમરનાથ યાત્રાને રદ કરી દેવાઈ

Files Photo
નવી દિલ્હી: કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિને જાેતા અમરનાથ યાત્રા રદ્દ રદ્દ કરી દેવામાં આવી છે. સતત બીજીવાર કોવિડ-૧૯ને કારણે અમરનાથ યાત્રા રદ્દ થઈ છે. પરંતુ શ્રદ્ધાળુઓ ૨૮ જૂનથી ઓનલાઇન દર્શન કરી શકશે. શ્રી અમરનાથ છડી મુબારક ૨૨ ઓગસ્ટે ગુફામાં લાવવામાં આવશે. આ પહેલાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શુક્રવારે કહ્યુ કે, સરકાર જલદી વાર્ષિક અમરનાથ તીર્થયાત્રા આયોજીત કરવાનો ર્નિણય કરશે, પરંતુ સાથે તે પણ સ્પષ્ટ કર્યું હતું
લોકોના જીવ બચાવવા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હિમાલયના ઉંચાઈ વાળા ભાગમાં ૩૮૮૦ મીટર ઉંચાઈ પર સ્થિત ભગવાન શિવના ગુફા મંદિર માટે ૫૬ દિવસીય યાત્રા ૨૮ જૂનના પહલગામ અને બાલટાલ માર્ગોથી શરૂ થવાની હતી અને આ યાત્રા ૨૨ ઓગસ્ટે સમાપ્ત થવાની હતી. તે પૂછવા પર શું આ વર્ષે અમરનાથ તીર્થયાત્રા થશે, સિન્હાએ અહીં સંવાદદાતાઓને કહ્યુ- હું પહેલા કહી ચુક્યો છું કે લોકોના જીવ બચાવવા જરૂરી છે. કોવિડ મહામારીને ધ્યાનમાં રાખતા અમે જલદી ર્નિણય કરીશું.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦માં મહામારીને કારણે તીર્થયાત્રા રદ્દ કરી દેવામાં આવી હતી. આ પહેલા સિન્હાએ વિકાસ વિકાસ કાર્યો સિવાય જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લીધો. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, કેન્દ્ર સરકાર તથા જમ્મુ કાશ્મીર પ્રશાસનના સર્વોચ્ચ સુરક્ષા અને ગુપ્તચર તંત્રના અધિકારી સામેલ થયા હતા.