કોરોનાના લીધે સુરતની આંગડિયા પેઢીઓ ૨ મે સુધી બંધ રહેશે
સુરત: ભારતમાં કોરોનાની ભયાવહ હાલત છે.કોરોનાના કેસો વધતાં ડાયમંડ બજાર પર તેની પ્રભાવિત અસર જાેવાઇ રહી છે. સુરતમાં કોરોનાની સ્થિતિ એને મુંબઇમાં લોકડાઉનની પરિસ્થિતિના લીધે ભારત ડાયમંડ બુર્સમાં આવેલી ડાયમંડ ટ્રેડિંગની ઓફિસો બંધ કરી દેવામાં આવતાં સુરતથી હિરા પાર્સલની ડિલીવરી અટકી છે.તેના લીધે આંગડિયા પેઢીઓનું કામકાજ ઓછું થતાં આજે ઓલ ઇન્ડિયા આંગડિયા એસોસિએશનની સુરતમાં બેઠક મળી હતી.
કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને આંગડિયા પેઢીઓને ૨૩ એપ્રિલથી ૨ મે સુધી સ્વૈચ્છિક ઓફિસ બંધ રાખવાની અપીલ કરવાાં આવી છે.
કોરોના સંક્રમણના કેસો વધતાં પરિસ્થિતિ વણસી છે કોરોના સંક્રમણની ઝપેટમાં આંગડિયા પેઢીના કર્મચાીઓ પણ આવી ગયો છે સાથે તેમના પરિવાર પણ સંકેરમણના ભોગ બન્યા છે. કોરનાની સ્થિતિને ધ્યાનમાં લઇને એસોસિએશને આંગઢીયા પેઢીની ઓફિસો બંધ રાખવાની અપીલ કરી છે.