કોરોનાના વધતા મામલાને જાેઇ કિસાનો આંદોલન સમાપ્ત કરે : તોમર
નવીદિલ્હી: કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે દિલ્હીની સીમાઓ પર લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહેલ કૃષિ કાનુન વિરોધી આંદોલનકારીઓને પોતાનું આંદોલન પાછું લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જયારે પણ તે કોઇ યોગ્ય પ્રસ્તાવ સાથે આવશે તો સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે. કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાનુનોની વિરૂધ્ધ પ્રદર્શનકારી ગત લગભગ પાંચ મહીનાથી આંદોલન કરી રહ્યાં છે.બંન્ને પક્ષો વચ્ચે ૨૨ જાન્યુઆરીએ ઔપચારિક વાર્તાના ૧૧માં અને અંતિમ તબક્કા બાદ પણ આ મુદ્દાનું કોઇ સમાધાન આવ્યું નથી. તોમરે પ્રદર્શનકારીઓના આરોગ્ય પ્રત્યે ચિંતા વ્યકત કરતા કહ્યું કે જયારે મહામારીની બીજી લહેર સમગ્ર દેશ અને દુનિયા કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહી છે ત્યારે વિરોધ કરનારા આંદોલનકારીઓએ પણ પ્રોટોકોલનું પાલન કરવું જાેઇએ તેમનું જીવન અમારા માટે મહત્વપૂર્ણ છે.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ દાવો કર્યો કે નવા કૃષિ કાનુનોને લઇ દેશભરમાં કિસાન સમુદાયમાં અસંતોષ નથી અને ત્યાં સુધી કે અનેક કૃષિ નિગમ આ કાનુનોના પક્ષમાં છે જયારે કેટલાક તેનો વિરોધ કરી રહ્યાં છે તેમણે કહ્યું કે આપણે એક લોકતાંત્રિક દેશ છે. પછી ભલે તે કિસાન હોય કે નાગરિક જાે તેમને કોઇ શંકા છે તો સરકારનું માનવુ છે કે તે તેની જવાબદારી છે કે તે શંકાઓનું સમાધાન કરે
તોમરે કહ્યું કે ત્રણેય કાનુનોને અચાનક તૈયાર કરવામાં આવ્યા ન હતાં અને પૂર્વમાં એક લાંબી ચર્ચા થઇ હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને આગળ વધારી તેમણે કહ્યું કે સામાન્ય રીતે કોઇ વિરોધ ત્યારે જારી રહે છે જયારે સરકાર વાતચીત માટે તૈયાર ન થાય પરંતુ આ સરકારે આંદોલનકારીઓના પ્રતિનિધિઓ સાથે ખુલ્લા દિલે ૧૧ તબક્કાની ચર્ચા કરી આમ છતાં તેમનું આંદોલન સમાપ્ત થયું નથી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે પ્રસ્તાવ આપ્યો કે આ કાનુનો એ એમએસપી મુદ્દા પર ઘ્યાન કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવે સમિતિ દ્વારા રિપોર્ટ રજુ કર્યા બાદ સરકાર ચર્ચા કરશે દેશભરમાં આ પ્રસ્તાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું પરંતુ આંદોલનકારીઓએ કોઇ કારણનો હવાલો આપ્યા વિના તેનો અસ્વીકાર કર્યો તેમણે કહ્યું કે આંદોલનકારીઓએ સમજવું જાેઇએ સામાન્ય નાગરિકોને સીમા પર તેમના વિરોધના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.