કોરોનાના સતત બીજા દિવસે ૭૫ હજારથી વધુ નવા કેસ નોંધાયા
નવીદિલ્હી, દેશમાં સતત બીજા દિવસે કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો ૭૫ હજારની ઉપર રહ્યો છે સતત વધતા મામલાની વચ્ચે ઠીક થનારા દર્દીઓની સંખ્યા પણ તેજીથી વધી રહી છે ગત ૨૪ કલાક દરમિયાન ૬૦ હજારથી વધુ લોકોને કોરોના વાયરસને માત આપી છે જેના કારણે ઠીક થનારાઓની સંખ્યા ૨૫.૮૩ લાખને પાર પહોંચી ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરફથી જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ગત ચોવીસ કલાક દરમિયાન ૭૭,૨૬૬ નવા સંક્રમિત કેસ મળ્યા છે અને કુલ મામલાની સંખ્યા ૩૩ લાખ ૮૭ હજાર ૫૦૧ થઇ ગયા છે.પરંતુ સૌથી સારી વાત એ છે કે તેમાંથી ૨૫ લાખ ૮૩ હજાર ૯૪૮ દર્દી પુરી રીતે સ્વસ્થ થઇ ચુકયા છે આ સંખ્યા વર્તમાનમાં સાત લાખ ૪૨ હજાર ૨૩ સક્રિય મામલાથી ત્રણ ગણાથી વધુ છે. કોરોના મહામારીના કારણે અત્યાર સુધી દેશભરમાં ૬૧,૫૨૯ દર્દીઓના જીવ ગયા છે.
આરોગ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર દેશમાં કોરોનાથી જીવ ગુમાવનારાનો દર ઘટી ૧.૮૨ ટકા પર આવી ગયો છે જયારે ઠીક થવાનો જર ૭૬.૨૩ ટકા થઇ ગયો છે સક્રિય દર્દીઓના આંકડા ૨૩ ટકાથી નીચે ચાલ્યો ગયો છે ઇડિયન કાઉસિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા અનુસાર કુલ ૯,૦૧,૩૩૮ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી અત્યાર સુધી દેશમાં લગભગ ૩.૯૪ કરોડ સેમ્પલની તપાસ થઇ ચુકી છે દેશમાં હાલના સમયે કોરોના તપાસ માટે ૧,૫૫૦ પ્રયોગશાળાઓ કામ કરી રહી છે તેમાં ૯૯૩ સરકારી અને ૫૫૭ ખાનગી પ્રયોગશાળા છે.
ભારતમાં સંક્રમિતોની સંખ્યાએ સાત ઓગષ્ટે ૨૦ લાખ અને ૨૩ ઓગષ્ટે ૩૦ લાખનો આંકડો પાર કરી લીધો હતો આરોગ્ય મંત્રાલયનું કહેવુ છે કે દેશમાં કોરોનાના કારણે જેટલા મોત થયા છે તેમાંથી ૭૦ ટકાથી વધુ મામલામાં દર્દી અન્ય બીમારીથી પીડિત હતાં અત્યાર સુધી સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૨૩,૪૪૪ લોકોએ જીવ ગુમાવ્યો છે તમિલનાડુમાં ૬,૯૪૮ અને કર્ણાટકમાં ૫,૨૩૨ લોકોના મોત કોરોનાને કારણે થયા છે.HS