કોરોનાના સૌથી ખતરનાક ઓમિક્રોન XE વેરિયન્ટની ભારતમાં એન્ટ્રી: સરકારનો રદિયો

નવી દિલ્હી, વિશ્વમાં ફરી કોરોનાનો કહેર વર્તાવી રહેલ ઓમિક્રોનના XE વેરિયન્ટથી ભારતમાં પણ તારાજી સર્જાઈ શકે છે તેવી આશંકા વચ્ચે દેશમાં ઓમિક્રોન XEનો પ્રથમ કેસ નોંધાયો છે. પરંતુ સરકારે આ વાતને રદિયો આપ્યો છે.
કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે હજુ સુધી ભારતમાં કોઈ નવો કોરોના નો નવો ‘XE’ વેરિઅન્ટ મળ્યો નથી : સરકાર મીડિયા દ્વારા ટાંકવામાં આવેલા તાજેતરના અહેવાલોનો રદિયો આપ્યો છે.
અહેવાલ અનુસાર ભારતમાં ઓમિક્રોન XEનો પ્રથમ કેસ નોંધાયો છે. મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈમાં કોરોનાનો આ સંક્રમિત દર્દી જોવા મળ્યો છે.
કોરોના સંક્રમિત દર્દી ઓમિક્રોન XE વેરિયન્ટનો છે તેવી પુષ્ટિ બીએમસી કમિશનર ઈકબાલ સિંહ ચહલે બુધવારે કરી છે. તેમણે કહ્યું કે પરીક્ષણ કરાયેલા 376 નમૂનાઓમાંથી 230 મુંબઈના રહેવાસી હતા.
“જિનોમ સિક્વન્સિંગ લેબમાં પરીક્ષણની આ 11મી બેચ હતી. 230માંથી 228 નમૂનાઓ ઓમિક્રોનના છે. બાકી સેમ્પલમાં એક કપ્પા વેરિઅન્ટ અને એક XE વેરિઅન્ટનો દર્દી છે. નવા વેરિયન્ટના દર્દીઓની સ્થિતિ ગંભીર નથી, ” BMC કમિશનરે કહ્યું.