કોરોનાના ૮૦૧૩ નવા કેસ, ૧૧૯નાં મોત નિપજયાં
નવીદિલ્હી, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૦૧૩ નવા કેસ નોંધાયા છે. જે ગઈ કાલની તુલનાએ ૨૨ ટકા ઓછા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯ લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૪,૨૯,૨૪,૧૩૦ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી ૫,૧૩,૮૪૩ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૨૩,૦૭,૬૮૬ લોકો માત આપી ચૂક્યા છે.
પાછલા ૨૪ કલાકમાં ૧૬,૭૬૫ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૧, ૦૨, ૬૦૧એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૫૬ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૨૦ ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૭,૨૩,૮૨૮ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે.
દેશમાં અત્યાર સુધી ૭૬.૭૪ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને ૧.૧૧ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૧.૪૮ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧,૭૭, ૫૦, ૮૬,૩૩૫ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૪,૯૦,૩૨૧ લોકોને રસી આપવામાં આવી હતી.HS