કોરોનાની અસર અટકાવવા પેકેજ જાહેર કરવાની તૈયારી

પ્રતિકાત્મક
પેન્ડેમિકને રોકવા સંભવિત પગલાઓ પર કામગીરી જારી
નવી દિલ્હી, કોરોના વાયરસને લઇને હાલત ખરાબ થઇ રહી છે ત્યારે જુદા જુદા સેક્ટરોને રાહત આપવાના હેતુસર મોદી સરકાર ટૂંક સમયમાં નાણાંકીય રાહત આપી શકે છે. સ્ટીમ્યુલસ પેકેજ ઉપર કામ ચાલી રહ્યું છે. આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે પેકેજ ઉપર કામ ચાલી રહ્યું છે. બિઝનેસ શટડાઉનની સ્પ્રથિતિવર્તી રહી છે ત્યારે એનપીએને હાથ ધરવા માટે વિવિધ પગલા લેવાઈ રહ્યા છે.
સરકાર દ્વારા કોરોના વાયરસની અસરને ટાળવા માટે પેકેજ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. આગામી થોડાક દિવસની અંદર જ આ પગલા જાહેર કરવામાં આવી શકે છે. કરવેરાના મોરચે પણ ફેરફાર કરવામાં આવી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી ચુકી છે. વડાપ્રધાનની ઓફિસ, નાણામંત્રાલય દ્વારા સતત વાતચીત ચાલી રહી છે. રેગ્યુલેટર પણ સંભવિત પેકેજને લઇને વાતચીતમાં વ્યસ્ત છે. મળેલી માહિતી મુજબ કરવેરાના મોરચે પણ ફેરફાર કરવામાં આવી શકે છે.
ફાઈનાન્સ બિલના સંદર્ભમાં સોમવારના દિવસે ચર્ચા હાથ ધરવામાં આવી શકે છે. મોટાભાગના રાજ્યોમાં મોલ, રેસ્ટોરન્ટ, હોટલો, સિનેમાહોલ ૩૧મી માર્ચ સુધી બંધ કરવામાં આવી ચુક્યા છે. પ્રવાસ નિયંત્રણોના કારણે પરિવહન ક્ષેત્રને પણ મુશ્કેલી પડી રહી છે. નિર્મલા સીતારામનના નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી ચુકી છે. અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા એક પછી એક પગલા લેવાઈ રહ્યા છે. ટાસ્ક ફોર્સ દ્વારા સંબંધિતો સાથે પ્રથમ રાઉન્ડની બેઠક થઇ ચુકી છે. ફિસ્કલ ડેફિસિટ ઉદ્દેશ્યમાં ઘટાડો કરવામાં આવી શકે છે. એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલ અને ડિઝલમાં ત્રણ રૂપિયા પ્રતિલીટર વધારવામાં આવી ચુકી છે જેથી સરકારમાં ફંડ વધશે. જુદા જુદા સેક્ટરો માટે આરબીઆઈએ પણ યોજના તૈયાર કરી છે.