કોરોનાની આડમાં સીમા પર આતંકીને પડોશી દેશ પ્રોત્સાહન આપી રહ્યું છેઃ ભારત
સંયુકતરાષ્ટ્ર, ભારતે પાકિસ્તાન પર નિશાન સાધતાં કહ્યું કે તે સીમા પાર આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કોરોના વાયરસ વૈશ્વિક મહામારીનો લાભ ઉઠાવી રહ્યાં છે.તેની સાથે જ કહ્યું કે પાકિસ્તાન ભારતના ધાર્મિક સમુદાયોની વચ્ચે ફુટ પેદા કરવા માટે ધૃણા પેદા કરનારા ભાષણોનો બેલગામ ઉપયોગ કરી રહ્યું છે.
સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના મુખ્ય સચિવ આશીષ શર્માએ વંશવાદ અન્ય સાંસ્કૃતિકો કે દેશોના લોકોથી ધણા સંબંધિત અસહિષ્ણુતાના સમકાલીન પ્રારૂપો પર વિશેષ પ્રતિવેદકની સાથે સંવાદને સંબોધિત કરતા કહ્યું કે પાકિસ્તાન ભારતમાં ફકત એક સમુદાયની વિરૂધ્ધ જ ધૃણા પેદા કરનારા નિવેદન આપી રહ્યું નથી પરંતુ સંગઠનો વ્યક્તિઓ અને વરિષ્ઠ નેતાઓની વિરૂધ્ધ પણ આમ કરી રહ્યું છે.
શર્માએ કહ્યું કે વૈશ્વિક મહામારીના કારણે દુનિયા અટકી દઇ છે પરંતુ પાકિસ્તાન તેને મહામારીનો લાભ ઉઠાવતા સીમા પાર આતંકવાદ માટે પોતાનું સમર્થન વધુ વધારી રહ્યું છે.તેમણે સંયુકત રાષ્ટ્ર મંચ પર કહ્યું કે પાકિસ્તાન અમારા દેશમાં હિંસા અને અસહિષ્ણુતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરતા ધૃણા પેજા કરનારા બેલગામ ભાષણ આપ્યા છે.પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ આવી રહ્યું નથી.
તેમણે કહ્યું કે પાકિસ્તાન અમારા ધાર્મિક સમુદાયોની વચ્ચે ફુટ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે સૌભાગ્યથી તેમના પ્રયાસોને કોઇ પર અસર પડી નહીં કારણ કે ભારતમાં બહુલવાદ અને સહ અસ્તિત્વની પરંપરા છે જયાં તમામ સમુદાય એક લોકતાંત્રિક માળખા હેઠળ સદ્ભાવપૂર્ણ રીતે રહી રહ્યાં છે.
ભારતે પાકિસ્તાનથી અપીલ કરી તે પોતાના દેશષમાં સહ અસ્તિત્વ કાયમ કરવાનો પ્રયાસ કરે અને પોતાના લોકોમાં ભેદભાવ સાંપ્રદાયિક હિંસા અને અસહિષ્ણુતાને દુર કરે.
શર્માએ કહ્યું કે દુનિયાની સામે આ સમયે ફકત કોવિડ ૧૯ વૈશ્વિક મહામારીનો સામનો કરવાનો પડકાર નથી પરંતુ ખોટી માહિતીના પ્રસાર પણ પડકાર છે.જેના કારણે ધૃણા પેદા કરનારા ભાષણોના મામલા વધી રહ્યાં છે અને સમુદાયો વચ્ચે નફરત વધી રહી છે.તેમણે કહ્યું કે ભારત સૌથી પારદર્શીથી કોવિડ ૧૯ વૈશ્વિક મહામારીથી લડી રહ્યું છે અને તમામ નાગરિકોની ચિકિત્સા સુવિધાઓ સુધી સમાન પહોંચ સુનિશ્ચિત કરી છે.HS