કોરોનાની ઓડિટ ટીમે રિપોર્ટ રજૂ કર્યો : કેજરીવાલની ટીકા

નવીદિલ્હી: આ કપરા કાળમાં મોટા-મોટા શહેરમાં લોકો ઓક્સિજન માટે ભટકી રહ્યા હતા. હોસ્પિટલમાં પણ ઓક્સિજનની અછત સર્જાયેલી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઓક્સિજન ઓડિટ ટીમ બનાવવામાં આવી હતી જેણે રિપોર્ટ રજૂ કર્યો છે.
રિપોર્ટમાં દિલ્હી સરકાર દ્વારા ત્યારે કરવામાં આવેલ ઓક્સિજન સંકટના દાવાને લઈને સવાલ ઉભા કર્યા છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જ્યારે દિલ્હી સરકાર દ્વારા ૧૨૦૦ મેટ્રીક ટન ઓક્સિનની માગને લઈને કોહરામ મચાવ્યો હતો ત્યારે દિલ્હીમાં માત્ર ૩૦૦ મેટ્રીક ટન ઓક્સિજનની જ જરૂર હતી. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ માગને કારણે ૧૨ રાજ્યોમાં ઓક્સિજનની અછત ઉભી થઈ હતી. કારણ કે માગને કારણે વધુ પ્રમાણમાં દિલ્હીમાં મોકલવામાં આવી રહ્યો હતો ઓક્સિજનનો જથ્થો.
ઓક્સિજન ટાસ્ક ફોર્સ પ્રમાણે ૨૯ એપ્રિલથી ૧૦ મે વચ્ચે કેટલીક હોસ્પિટલમાં ડેટા ઠીક કરવામાં આવ્યો હતો. દિલ્હી સરકારે આ દરમિયાન ૧૧૪૦ એમટી ઓક્સિજનની જરૂરીયાત બતાવી હતી જ્યારે કરેક્શન બાદ ૨૦૯ સ્ પહોંચ્યો.
આપને જણાવી દઇએ કે, બીજી લહેર દરમિયાન દિલ્હીમાં ઓક્સિજનને લઈને હાહાકાર મચ્યો હતો.
ત્યારે દિલ્હીની અનેક હોસ્પિટલ દ્વારા હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક અસરથી ઓક્સિજનની સપ્લાઈ વધારવા માટે અપીલ કરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ એમઆર શાહની બેંચે ૧૨ સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી અને તેને ઓક્સિજન વિતરણ,જરૂરીયાત અને સપ્લાઈ પર ઓડિટ તૈયાર કરી હતી.