કોરોનાની ગંભીરતા જાેઈ અનેક શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Lockdown-1-scaled.jpg)
વલસાડ, ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સ્થિતિની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને ગામડા, શહેરોમાં વેપારી, સંસ્થા મંડળો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે.
હવે વલસાડ જિલ્લામાં વધી રહેલા સંક્રમણને અટકાવવા માટે એપ્રિલના તમામ રવિવારે દરમિયાન સમગ્ર વલસાડ જિલ્લો સ્વૈચ્છિક બંધ પાળશે. આજરોજ વલસાડના વેપારી, હોટલ, ઇન્ડલસ્ટ્રીધઝ, ચેમ્બવર ઓફ કોમર્સ વગેરે એસોસીએશન સાથેની કલેકટર કચેરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠક બાદ કલેકટરે જણાવ્યુંટ હતું કે, કોઇ વ્ય્કિત વાયરસનો ભોગ ન બને તેની તકેદારીની જવાબદારી માત્ર વહીવટીતંત્રની નથી લોકોની પણ છે, લોકોને પોતાના જાનની સલામતી ચિંતા કરવાની તેટલીજ જરૂરી છે. તંત્ર માનવતાવાદી છે. સ્વૈોચ્છિકક બંધની અપીલ અને વિનંતી જનહિતમાં છે, ત્યા રે આ બંધમાં સૌ સાથ સહકાર આપે અને કોવિડ-૧૯ની ગાઇડલાલનનો ચુસ્ત અમલ કરે તે ખૂબ જરૂરી છે.