કોરોનાની ચોથી વેવ જૂનમાં જોવા મળશે જે સંભવિત મહિના સુધી રહેશે
નવીદિલ્હી, દેશમાં ફરી એકવાર કોવિડ-૧૯ના કેસ ઝડપથી વધવા લાગ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. છેલ્લા ૨ વર્ષથી કોવિડ-૧૯ના નવા પ્રકારો સતત બહાર આવી રહ્યા છે.
થોડા સમય પહેલા ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ એકસઇએ પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં દસ્તક આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૯ નવા કોરોનાવાયરસના કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા ૧૧,૧૯૧ થઈ ગઈ છે. કેસમાં સતત વધારા બાદ ઘણા નિષ્ણાતો ફોર્થ વેવની પણ અપેક્ષા રાખી રહ્યા છે.આઇઆઇટી કાનપુર દ્વારા ફોર્થ વેવને લઈને એક અભ્યાસ કરવામાં આવ્યો હતો.
થોડા સમય પહેલા આઇઆઇટી કાનપુરના નિષ્ણાતો દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું હતું. તેમના સંશોધન મુજબ ભારતમાં કોવિડ-૧૯ રોગચાળાની સંભવિત ફોર્થ વેવ ૨૨ જૂન ૨૦૨૨ ની આસપાસ શરૂ થઈ શકે છે. ઓગસ્ટના અંતમાં આ વેવની ચરમસીમાએ પહોંચી શકે છે.
પ્રીપ્રિન્ટ રિપોઝીટરી પર શેર કરેલ સમીક્ષા અનુસાર ફોર્થ વેવને શોધવા માટે આંકડાકીય મોડેલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે સંભવિત નવી વેવ ૪ મહિના સુધી ચાલશે.
અભ્યાસના ડેટા સૂચવે છે કે ભારતમાં કોવિડ -૧૯ ની ફોર્થ વેવ પ્રારંભિક ડેટા ઉપલબ્ધતાની તારીખથી ૯૩૬ દિવસ પછી આવશે. પ્રારંભિક ડેટા ઉપલબ્ધતા તારીખ ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ છે. તેથી ફોર્થ વેવની સંભવિત તારીખ ૨૨ જૂન ૨૦૨૨ થી શરૂ થઈ શકે છે.
આઇઆઇટી કાનપુરના ગણિત અને આંકડાશાસ્ત્ર વિભાગના સબરા પ્રસાદ, રાજેશ ભાઈ, સુભ્ર શંકર ધર અને શલભના નેતૃત્વમાં આ અભ્યાસ દર્શાવે છે કે ફોર્થ વેવમાં સમગ્ર દેશમાં નવા કોરોનાવાયરસની સ્થિતિ અને રસીકરણની સ્થિતિ પર ર્નિભર રહેશે.
નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું હતું કે,આઇઆઇટી કાનપુરનો અભ્યાસ પ્રતિષ્ઠિત લોકો દ્વારા આપવામાં આવેલ મૂલ્યવાન ઇનપુટ છે. કોરોના વેવની આગાહી ડેટા અને આંકડાઓ પર આધારિત છે અને અમે સમયાંતરે વિવિધ અંદાજાે જાેયા છે. ઘણી વખત આપણે આ અંદાજાે એટલા જુદા જાેયા છે કે સમાજ માટે માત્ર અનુમાનના આધારે ર્નિણય લેવાનું અસુરક્ષિત બની જાય છે. સરકાર આ અંદાજાેને આદર સાથે વર્તે છે કારણ કે તે પ્રતિષ્ઠિત લોકો દ્વારા કરવામાં આવેલ સંશોધન છે.HS