Western Times News

Gujarati News

કોરોનાની જાગૃતિ માટે ચંપક ચાચાએ ગીત ગાયું

મુંબઈ: દેશમાં દરરોજ કોરોનાના કેસની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર ખરેખર ઘાતક સાબિત થઈ રહી છે. આખો દેશ આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. એક તરફ મેડિકલ સ્ટાફ દિવસ રાત એક કરીને લોકોના જીવ બચાવવાનો અથાગ પ્રયત્ન કરી રહ્યો છે તો બીજી તરફ સામાન્ય માણસો પણ લોકોની શક્ય હોય તેટલી મદદ કરી રહ્યા છે.

આ સિવાય સેલેબ્સ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની મદદ કરવાનો, લોકોમાં હકારાત્મકતા વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાપુજીનો પણ આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ગીત ગાઈને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાપુજીનું પાત્ર ભજવનારા અમિત ભટ્ટનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કિશોર કુમારનું એક ગીત ગાઈ રહ્યા છે. અમિત ભટ્ટનો આ બિહાઈન્ડ ધ સીન વીડિયો છે, પરંતુ વર્તમાન સ્થિતિમાં આ ગીત બંધબેસે છે.

અમિત ભટ્ટ ગીતના માધ્યમથી લોકોને ઘરમાં રહેવાની અપીલ કરે છે, સાથે જ લોકોને નિરાશ ન થવાની સલાહ પણ આપે છે. તે કહે છે કે, હજી પણ સમજી જાઓ અને બહાર ના નીકળો, કારણકે જીવનની પ્રત્યેક ક્ષણ અત્યંત મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે અમિત ભટ્ટ ૧૩ વર્ષથી આ પ્રોગ્રામનો ભાગ છે અને મહત્વની ભૂમિકા ભજવે છે.

તેમના પાત્ર ચંપકલાલ ગડાને લોકો ખુબ પસંદ કરે છે. ચંપકલાલ અને જેઠાલાલ વચ્ચેના સંવાદો દર્શકોના ફેવરિટ હોય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ ટીવીનો ઘણો જૂનો પ્રોગ્રામ છે અને લોકોમાં સતત લોકપ્રિય રહ્યો છે. અહીં લોકોને હસાવવાની સાથે સાથે ખાસ અંદાજમાં સામાજિક સંદેશ પણ આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.