કોરોનાની જેમ ટીબી પણ શ્વાસથી ફેલાય છેઃ વૈજ્ઞાનિકો

૯૦ ટકા ટીબી બેકટેરિયા શ્વાસ લેતા સમયે ડ્રોપલેટસ મારફતે પ્રસરે છેઃ ખાંસી કરતા શ્વાસથી ટીબી સંક્રમણની શકયતા વધુ
નવીદિલ્હી, સદીઓથી ચાલતી ચિકીત્સા પધ્ધતિઓમાં સંશોધનનો બાદ દક્ષીણ આફ્રિકાનાં સંશોધકોની ટીમે જણાવ્યું કે, ખાંસીને બદલે શ્વાસ લેવાથી ટયુબરકયુલોસીસના વધુ ફેલાવો થઈશકે છે. તેઓએ અનુમાન લગાવ્યું હતું કે, સંક્રમિત વ્યકિતમાં રહેલાં ૯૦ ટકા ટીબીનાં બેકટેરીયા એરોસોલ નામે શ્વાસ લેતાં સમયે નાના-નાના ડ્રોપલેટસમાં રહેલા હોય છે.
તે જયારે બહાર નીકળે છે. ત્યારે જે-તે વ્યકિત ઉડો શ્વાસ લે છે. આ તારણો એક ઓનલાઈન પ્લેટફોર્મ પર યોજાયેલા વૈજ્ઞાનીક સંમેલનમાં રજુ કરવામાં આવ્યા હતા. આ રીપોર્ટ કોરોના મહામારીને પણ મહત્વપૂર્ણ રીસર્ચને પ્રતીધ્વનીત કરે છે. કારણ કે કોરોના વાયરસ પણ એક પ્રકારે ઘરની અંદર બંધ સ્થાનોમાં એરોસોલથી ફેલાઈ શકે ેછ. ટીબી માઈક્રો બેકટેરીયામ ટયુબરકયુલોસના નામનાં બેકટેરીયાથી ફેલાઈ છે જે સામાન્ય રીતે ફેફસા પર હુમલો કરે છે.
વિશ્વ આરોગ્ય સંગઠનની ગયા અઠવાડીયે બહાર પડેલા એક રીપોર્ટ મુજબ કોરોનાએ વિશ્વની સૌથી ઘાતક બીમારી સાબિત થઈ છે. જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે તો ર૦ર૦માં પ.૮ મીલીયન લોકોને ટીબીનું સંક્રમણ થયાનું પણ સામે આવ્યું છે. પરંતુ ડબલ્યુએચઅના અનુમાન મુજબ ૧૦ મીલીયન લોકો ટીબીથી સંક્રમીત થયા હશે.
આ રીસર્ચના તારણો પ્રસ્તુત કરનારા કેપટાઉન યુનિર્વસિટીનાં વિધાર્થી રયાન ડીન્કલેએ જણાવ્યું કે, આ સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે, ઈનડોર, સ્થળો બંધ ઘરમાં રહેલા લોકો તેમજ જેલ જેવા સ્થળો ટીબી સંક્રમણ માટે હોટસ્પોટ બને છે. જેવી રીતે કોરોના સમયે થયું હતું તેમજ એ પણ જાણવા મળ્યું છે કે કોરોના સંક્રમણ ખાળવા ઉપયોગ લેવામાં આવતા અનેક ઉપાયો ટીવીને રોકવા માટે પણ કારગત છે.
જેમ કે માસ્ક ખુલ્લાબારી-બારણા રોગીને બને તેટલું બહાર રહેવું તે ટીબીનાં સંક્રમણને રોકવા માટે મહત્વપૂર્ણ સાબીત થઈ શકે છે. મહત્વનું છે. કે રીસર્ચરો પહેલાં માનતાં કે ટીબીનું સંક્રમણ વધારે ત્યારે ફેલાય છે જયારે સંક્રમીત વ્યકિત ઉધરસ ખાઈ ે. ત્યારે હવે જાણવા મળ્યું છે કે વ્યકિતને વધારે બેકટેરીયા રીલીઝ થાય છે અને ત્યારે ઓછા જયારે વ્યકિત પ૦૦ વાર ખાંસે અને રર,૦૦૦ વાર શ્વાસ લે ત્યારે ખાંસી દ્વારા ફેલાતા બેકટેરીયાનો ભાગ ૭ ટકા હોય છે.