Western Times News

Gujarati News

કોરોનાની તબાહીથી વિમાની કંપનીઓ સંકટમાં મુકાઇ

નવીદિલ્હી, કોરોના વાયરસના સંક્રમણથી ફેલાયેલી મહામારીના કારણે દુનિયાભરની મોટાભાગની વિમાનન કંપનીઓ મેના અંત સુધી દિવાળું ફુંકી શકે છે.વિમાનન કંપનીઓના વિશ્વૈક સંગઠન સીએપીએએ આ આશંકા વ્યકત કરી છે સંગઠને કહ્યું કે આ તબાહીથી ફકત ત્યારે બચી શકાય છે જયારે સરકારો અને ઉદ્યોગ જગત તાકિદે સંગઠિત પગલા ઉઠાવે.સંગઠનનું કહેવુ છું કે કોરોના વાયરસના સંક્રમણને જોતા અનેક સરકારોએ યાત્રા પર અવરોધ લગાવી છે.જેથી દુનિયાભરની અનેક વિમાનન કંપનીઓ પહેલા જ ટેકનીકી રીતે અથવા તો દિવાળું ફુંકી ચુકી છે અથવા દેવાની દેવાદારીના વળતરમાં ચુક કરવાના કિનારે છે.

અટલાંટાભરમાં વિમાન કંપનીઓ મહામારીને જોતા ઉડયનોમાં કાપ મુકી રહી છે. અલાંટા ખાતે કંપની ડેલ્ટા એરલાઇન્સે કહ્યું છે કે તે પોતાના બેડાના ૩૦૦ વાહનોને પરિચાલનથી બહાર કરી રહી છે તથા ઉડયનોમાં ૪૦ ટકા કાપ કરી રહી છે અમેરિકાએ બ્રિટેન અને આયરલેન્ડ સહિત સમગ્ર યુરોપ માટે પર્યટક વીજા હાલ રદ કરી દીધા છે.આ રીતે ભારત સરકારે પણ ૧૧ માર્ચ સુધી જારી તમામ પર્યટક વીજા અને ઇ વીજાને હાલ રદ કરી દીધા છે.સીએપીએએ જણાવ્યું છે મે ૨૦૨૦ના અંત સુધી દુનિયાભરની મોટાભાગની વિમાનન કંપનીઓ દેવાળાના કિનારે પહોંચી છે જો આ તબાહીને રોકવી હોય તો સરકારે તથા ઉદ્યોગને સંગઠિત પગલા ઉઠાવવાની જરૂરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.