કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો અસરગ્રસ્ત થવાની શકયતા, તેમના વેક્સિનેશન વિશે વિચારો: સુપ્રીમ
નવીદિલ્હી: કોરોના મહામારીની વચ્ચે ઓક્સિજનની અછતને લઈને સુપ્રીમ કોર્ટેમાં આજે ફરી સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર આવવાની બાકી છે. એવામાં દિલ્હીમાં ઓક્સિજનની અછત ન સર્જાવવી જાેઈએ. આ સિવાય કોર્ટે કહ્યું નોંધ્યું કે વૈજ્ઞાનિકો કોરોનાની ત્રીજી લહેરની વાત કરી રહ્યાં છે. તેમાં બાળકો અસરગ્રસ્ત થાય તેવી શકયતા છે. રસીકરણ અભિયાનમાં બાળકો માટે વિચારવું જાેઈએ.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું છે કે સમગ્ર દેશમાં ઓક્સિજન સપ્લાઈ પર ધ્યાન આપવું જાેઈએ. આ સિવાય કોર્ટે કહ્યું કે ઓક્સિજનનું ઓડિટ કરાવવા અને તેના એલોટમેન્ટની રીતો પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત છે.સોલિસિટર જનરલ તુષાર મહેતાઃ ૪મેના રોજ દિલ્હીની ૫૬ અગ્રણી હોસ્પિટલોમાં કરવામાં આવેલા સર્વેમાં એ વાત પ્રકાશમાં આવી કે અહીં લિક્વિડ મેડિકલ ઓક્સિજનનો ઘણો સ્ટોક છે. રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો પણ વધુ ઓક્સિજનની માંગ કરી રહ્યાં છે. જાે દિલ્હીને ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજ ન આપીશું તો બીજા રાજ્યોના સપ્લાઈમાં કાપ મૂકવો પડશે.
જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે કહ્યું કે આજથી સોમવારની વચ્ચે શું થશે? તમારે ઓક્સિજનનો સપ્લાઈ વધારવો જાેઈએ. દિલ્હીને ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન આપવો જાેઈએ. હાલના સંજાેગોમાં હેલ્થ પ્રોફેશનલ સંપૂર્ણ રીતે થાકી ગયા છે. તમે સારી સ્વાસ્થ્ય સુવિધા કઈ રીતે સુનિશ્ચિત કરશો?
સોલિસિટર જનરલઃ અમે દૂરના ગામનો લઈને પણ ચિંતિંત છે. દિલ્હીના ઓક્સિજનનું ઓડિટ થવું જાેઈએ. કોઈને માત્ર એટલે તકલીફ ન થવી જાેઈએ કે તેઓ જાેરથી બોલી શકતા નથી. જસ્ટિસ ચંદ્રચૂડઃ ચિંતાની વાત એ છે કે કોરોનાની ત્રીજી લહેરની વાત વૈજ્ઞાનિક કરી રહ્યાં છે. તેમાં બાળકો અસરગ્રસ્ત થાય તેવી શકયતા. રસીકરણ અભિયાનમાં બાળકો માટે વિચારવું જાેઈએ.
ઘરે સારવાર કરવીરહેલા લોકોને પણ ઓક્સિજનની જરૂરિયાત છે. ઓક્સિજનની જરૂરિયાત આંકવાની ફોર્મ્યુલા ખોટી છે. છતા પણ વાસ્તવિકતા એ છે કે આપણે સમગ્ર દેશ માટે વિચારવાનું છે. આજે આપણે તૈયારી કરીશું તો કોવિડનો ત્રીજાે ફેઝ આવવા પર આપણે સારી રીતે તેનો સામનો કરી શકીશું.
આપણે ઈલેક્ટ્રોનિક આઇસીયુ પર પણ વિચાર કરવો જાેઈએ. દેશમાં એક લાખ ડોક્ટર અને ૨.૫ લાખ નર્સ ખાલી બેઠા છે. કોરોનાની ત્રીજી લહેરમાં તેઓ મહત્વની ભૂમિકા ભજવી શકે. એક લાખ ડોક્ટર્સ દ્ગઈઈ્ પરીક્ષાની રાહ જાેઈ રહ્યાં છે. તમારી પાસે તેના માટે શું પ્લાન છે. આપણે કોરોનાની આગામી લહેર બાબતે વિચારીને ચાલવું જાેઈએ.
જાે તમે પોલીસી બનાવતી વખતે ભૂલ કરશો તો તમે જ તેના માટે જવાબદાર ગણાશો.દિલ્હીમાં ઓક્સિજનના સપ્લાયની દેખરેખ રાખતા કેન્દ્રીય અધિકારીઓને દિલ્હી હાઈકોર્ટ દ્વારા માનહાનીની નોટીસ આપવામાં આવી હતી. કેન્દ્રએ આ અંગે સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો. આ અમમલે તાત્કાલિક સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટની નોટિસ પર સ્ટે લગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે કેન્દ્રીય અધિકારીઓને જેલમાં મોકલીને અથવા અવમાનના કેસમાં ખેંચીને ઓક્સિજન મળશે નહીં.
જાે કે, સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, અવમાનનાની કાર્યવાહી પર રોક લગાવવાનો અર્થ એ નથી કે હાઇકોર્ટમાં ઓક્સિજનની પરિસ્થિતિ અંગેની સુનાવણી અટકાવવામાં આવી છે. તે સુનાવણી ચાલુ રાખશે. કોર્ટે કહ્યું કે ઓક્સિજનના અભાવને કારણે લોકોના મૃત્યુ થયા છે, તેમાં કોઈ શંકા હોવી જાેઈએ નહીં.હાલમાં જ મદ્રાસ હાઈકોર્ટે મૌખિક ટિપ્પણી કરી હતી કે કોવિડ-૧૯ ના બીજી લહેર માટે એકલું ચૂંટણીપંચ જવાબદાર છે અને તેના અધિકારીઓને પર હત્યાનો કેસ ચલાવવો જાેઇએ.
આ મુદ્દે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને હાઈકોર્ટની ટિપ્પણી હટાવવાની માંગ કરી હતી. આ અંગે સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે, સુનાવણી દરમિયાન અમે ન્યાયાધીશો દ્વારા કરવામાં આવતી મૌખિક ટિપ્પણીઓનો રિપોર્ટ કરતાં મીડિયાને રોકી શકાતું નથી. આ પ્રકારનું રિપોર્ટિંગ વ્યાપક લોકોના હિતમાં છે.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે, તમે અધિકારીઓએ પર હત્યાનો કેસ દાખલ કરનારી મદ્રાસ હાઇકોર્ટની ટિપ્પણીને ખુલ્લા મનથી સ્વીકારો. તેને તમે કડવી દવા તરીકે લો. ખંડપીઠે તે સ્વીકાર્યું કે ટિપ્પણી એકદમ કઠોર હતી. જાે કે, કોર્ટે એમ પણ કહ્યું હતું કે અમે અમારા ન્યાયાધીશોનું મનોબળ ઘટાડી શકતા નથી. સુનાવણી દરમિયાન આવી મૌખિક ટિપ્પણી ઘણી વખત થાય છે.