કોરોનાની ત્રીજી લહેર પણ ઘાતક નીવડશે
પહેલી લહેરમાં ૩૧ દિવસમાં ૫૨ મોત થયાં પહેલી અને બીજી લહેર કરતાં મોત અને કેસની ઝડપ વધુ
વિશ્વભરના વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા વેરિએન્ટ એમિક્રોનને હળવાશથી નહી લેવા ચેતવણી આપી છે જાેકે તે ડેલ્ટા વેરિયન્ટ કરતા ઓછો ઘાતક છે પરંતુ તે ખુબ જ ઝડપથી ફેલાઈ છે પરિણામે અસરગ્રસ્તના સંપર્કમાં આવનાર મોટાભાગના લોકો સંક્રમિત બની જતા હોય છે પરિણામે કેસોની સંખ્યામાં દિવસેને દિવસે ચિંતાજનક વધારો થઈ રહયો છે.
ભારત દેશમાં નાગરિકોની સુરક્ષા માટે રસીકરણની ઝુંબેશ અસરકારક રીતે ચાલી રહી છે પરંતુ કેટલાક રાજયોમાં અંધશ્રધ્ધા તથા અન્ય કારણોસર નાગરિકો રસી લેતા નથી અને આવા નાગરિકો કોરોનાનો ભોગ બને છે ત્યારે તેમની સ્થિતિ ખુબ જ નાજુક બની જતી હોય છે તેથી રસી લેવી ખુબ જ જરૂરી છે.
અને આ માટે રાજય સરકારોએ પોતપોતાની રીતે કેટલાક નિયંત્રણો પણ લાદયા છે. આજે કોરોનાની ત્રીજી લહેર દેશમાં ચાલી રહી છે અને તેમાં કેસોની સંખ્યા ખુબ જ વધી રહી છે પરંતુ ચિંતાજનક બાબત એ છે કે મૃત્યુનો આંકડો પણ વધતા હવે સ્પષ્ટપણે મનાઈ રહયું છે કે કોરોનાની ત્રીજી લહેર ઘાતક સાબિત થઈ શકે છે.
ગુજરાતમાં છેવાડાના ગામડામાં રહેતા નાગરિકોને પણ રસી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ હજુ પણ કેટલાક નાગરિકો રસી નહી લેતા આવા નાગરિકો પોતાની સાથે સાથે પરિવાર અને સંપર્કમાં આવનાર લોકોને મુશ્કેલીમાં મુકી રહયા છે.
ગુજરાત જેવી સ્થિતિ અન્ય રાજયોમાં પણ જાેવા મળી રહી છે અને આગામી દિવસોમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસો ખુબ જ મોટી સંખ્યામાં વધવાની દહેશત વૈજ્ઞાનિકો વ્યકત કરી રહયા છે ત્યારે સરકારે અગમચેતીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
ગુજરાતમાં કોરોનાના કેસોએ રફતાર પકડી છે, પહેલી અને બીજી લહેરની સરખામણીએ માત્ર ૨૩ દિવસમાં એક લાખ દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોનાથી થયેલાં મોતની વાત કરવામાં આવે તો પહેલી લહેરમાં ૩૧ અને બીજી લહેરમાં ૩૦ દિવસમાં ૫૦ દર્દીનાં મોત થયાં હતાં, પરંતુ ત્રીજી લહેરમાં ૨૩ દિવસમાં ૫૦ દર્દીનાં મોત થયાં છે, એટલે કે પહેલી અને બીજી લહેર કરતાં કેસની સાથે કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
રાજ્યમાં ૨૬ ડિસેમ્બર ૨૦૨૧થી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ છે. ૨૩ દિવસમાં ગુજરાતમાં ૧ લાખથી વધુ કેસ નોંધાયા છે અને સાથે જ ૫૦થી વધુ દર્દીનાં મોત થયાં છે. ૨૬ ડિસેમ્બરથી ૧૭ જાન્યુઆરી ૨૦૨૨ સુધીના ૨૩ દિવસમાં ગુજરાતમા ૫૧ દર્દીનાં મૃત્યુ થયાં છે. આ ૨૩ દિવસમાં નોંધાયેલા ૧,૦૯,૮૧૧ કેસની સામે દર ૨૧૫૩ કેસની સામે ૧ મોત નોંધાયું છે.
૨૨ ફેબ્રુઆરીથી ગુજરાતમાં બીજી લહેરની શરૂઆત થઇ. પહેલી લહેર કરતાં બીજી લહેરનું સંક્રમણ રોકેટગતિએ વધવા લાગ્યું હતું. જાેકે લહેરની શરૂઆતમાં કેસો વધારે નોંધાયા હતા, પરંતુ તેની સામે મોતની સંખ્યા ઓછી હતી, પરંતુ એપ્રિલ મહિનાથી ગુજરાતમાં મોતનો આંકડો પણ જેટ સ્પીડે જાેવા મળ્યો હતો.
બીજી લહેરમાં ૨૨ ફેબ્રુઆરીથી ૨૪ માર્ચ સુધીના ૩૦ દિવસમાં ૨૩૨૭૫ કેસ નોંધાયા હતા અને ૫૩ દર્દીનાં મોત થયાં હતાં. આ ૩૦ દિવસમાં નોંધાયલા કેસની સામે દર ૪૩૯ કેસે એક મોત નોંધાયું હતું.
૧૯ માર્ચે ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો અને ૨૨ માર્ચના રોજ પ્રથમ કોરોના દર્દીનું મોત સુરત ખાતે થયું હતું. ૧૯ માર્ચથી ૧૮ એપ્રિલ ૨૦૨૦ સુધીના ૩૧ દિવસમાં ૧૩૭૬ કેસ જ નોંધાયા હતા, પરંતુ તેની સામે ૫૨ દર્દીનાં મોત થયાં હતાં. પહેલી લહેરમાં કોરોના મહામારીની સારવાર અને દવાના જાણકારી ઓછી હોવાથી કોરોના સામે લડવું મુશ્કેલ હતું અને એને કારણે ૩૧ દિવસમાં ઓછા કેસ નોંધાયા હોવા છતાં ૫૨ દર્દીનાં મૃત્યુ થયાં હતાં. આ સમયગાળામાં નોંધાયેલા ૧૩૭૬ કેસની સામે દર ૨૬ કેસે એક દર્દીનું મોત થયું હતું.
દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું પીક લેવલ ખૂબ જ નજીક છે. દેશના મહત્વના મહાનગરોમાં કોરોનાના નવા દર્દીની સંખ્યા ઘટવાની શરૂઆત થઈ ચુકી છે. દેશમાં સૌથી પહેલા ૨૭ ડિસેમ્બરથી નવા કેસ મુંબઈમાં વધવાની શરૂઆત થઈ હતી. અહીં ૭ જાન્યુઆરી બાદ દર્દી સતત ઘટી રહ્યા છે. આ પ્રકારનો માહોલ હવે દિલ્હી, કોલકાતા, બેંગ્લુરુ, ચેન્નઈ અને પુણેમાં જાેવા મળે છે.
મુંબઈમાં પીક આવવામાં ૧૨ દિવસનો સમય લાગ્યો છે, જ્યારે કોલકાતામાં પીક આવવામાં ૧૪ દિવસનો સમય લાગ્યો. આ શહેરોમાં પોઝિટિવિટી રેટ પણ ઘટવાની શરૂઆત થઈ ચુકી છે. જાે આ પ્રકારે આગળ ટ્રેન્ડ યથાવત રહેશે તો ૨૬ જાન્યુઆરી સુધીમાં દેશભરમાં પીક આવી જશે.
નિષ્ણાતોના મતે ઓમિક્રોનને લીધે સૌથી પહેલા સંક્રમણની લહેર દક્ષિણ આફ્રિકામાં આવી હતી. અહીં ૩ સપ્તાહ બાદ કેસ ઘટવાની શરૂઆત થઈ હતી. આ ટ્રેન્ડ બ્રિટનમાં પણ રહ્યો હતો.
સ્પષ્ટ છે કે વિશ્વભરમાં જ્યાં પણ ઓમિક્રોન નવી લહેરનું કારણ હતું ત્યાં પણ લગભગ આ જ પ્રકારનો ટ્રેન્ડ જાેવા મળ્યો, જાેકે, ભારતમાં મોટા શહેરોમાંથી ત્રીજી લહેરની શરૂઆત થયેલી, માટે દર્દીની સંખ્યા પણ સૌ પ્રથમ આ શહેરોથી જ ઘટવાની શરૂઆત થઈ છે. આ સ્થિતિને જાેતા આગામી કેટલાક મહિનામાં ભારતમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ શકે છે.
દેશમાં લાખો લોકો કોવિડ ટેસ્ટ કિટ્સ ખરીદી જાતે જ ટેસ્ટ કરાવી રહ્યા છે. આ આંકડા હજુ સુધી ક્યાંય નોંધાયા નથી. લાખો લોકો ટેસ્ટ કરાવી રહ્યા નથી.