કોરોનાની ત્રીજી લહેર બાદ બ્લેક ફંગસની વાપસીનો નિષ્ણાંતોમાં ભય
(એજન્સી) નવીદિલ્હી, કોરોનાની બીજી લહેર બાદ અચાનક બ્લેક ફંગસના કેસ સામે આવવા લાગ્યા હતા. એપ્રિલ-મે ર૦ર૧માં જ્યારે કોરોના પોતાની ચરમ પર હતો ત્યારે કેટલાંયક લોકો મ્યકરમાઈકોસિસ કે બ્લેક ફંગસનો શિકાર થઈ ગયા હતા.
આ બિમારીના કારણે આંખ અને અન્ય અંગને નુકશાન પહોંચતુ હતુ. આ દરમ્યાન કેટલાંય લોકો મૃત્યુ પામ્યા હતા. હવે ઓમિક્રોન વેરીયન્ટના કારણે કોરોનાની ત્રીજી લહેરમા પણ બ્લેક ફંગસનોડર વધવા લાગ્યો છે. નિષ્ણાંતોને આ વાતની ચિંતા સતાવી રહી છે.
બ્લેક ફંગસ, એક અવી બિમારી છે કે જે કોઈ બેક્ટેરીયા અને વાઈરસના બદલે એક ખાસ પ્રકારના ફંગસના લીધે થાય છે. આ એક પ્રકાશે અત્યંત ઘાતક સંક્રમણ છે. તેનાથી આંખમાં જલન, ચહેરા પર કે આંખ આસપાસની ત્વચા કાળી પડી જાય છે. માથામાં ખુબ જ દુઃખાવો થાય છે અને ચહેરા પર બંર્ન કે એક બાજુ સોજાે જાેવા મળે છે.
બ્લેક ફંગસથી પીડિત દર્દીઓ આંધળા થઈ જતા હતા. આ ઉપરાંત અંગોમાં ખરાબી અને સમય પર ઈલાજ ન થાય તો તે મોતનું કારણ પણ બનતુ હતુ. બ્લેક ફંગસનો સૌથી વધુ ખતરો એવા રોગીઓમાં થાય છે કે જે હાઈબ્લડ શુગર લેવલ વાળા હોય છે. અથવા લાંબા સમયથી સ્ટીરોઈડ પર નિર્ભર હોય છે. તેઓ પણ આ બિમારીનો શિકાર થઈ જાય છે.