કોરોનાની ત્રીજી લહેર બાળકોને વધુ અસર નહીં કરેઃ ડો.ગુલેરિયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/AIIMS-Gularia.jpg)
નવી દિલ્હી, દેશમાં કોરોના અને રસીકરણની સ્થિતિ પર સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, આપણે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં જાેયુ કે બાળકોમાં સંક્રમણ ઓછુ જાેવા મળ્યું છે. તેથી અત્યાર સુધી લાગતું નથી કે આગળ જઈને કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં કોવિડ સંક્રમણ વધુ જાેવા મળશે.
તેમણે કહ્યું કે, નબળી રોગપ્રતિકારક શક્તિવાલા લોકો મ્યુકોરમાઇકોસિસ, કેન્ડિડા અને એસ્પોરોજેનસ સંક્રમણથી સંક્રમિત થાય છે. આ ફંગસ મુખ્ય રૂપથી સાઇનસ, નાક અને આંખની આસપાસ હાડકામાં મળે છે અને મગજમાં પ્રવેશ કરી શકે છે.
તેમણે કહ્યું કે, કોવિડમાં ક્રોનિક ફેટિગ સિન્ડ્રોમ જાેવા મળે છે, તે માટે સિન્ફોમેટિક સારવારની જરૂરીયાત હોય છે. સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે બ્રેન ફોગના રૂપમાં જાણીતું વધુ એક લક્ષણ છે, જેને કોવિડ દેખાયું છે. જેને એકાગ્રતામાં મુશ્કેલી આવે છે અને અનિંદ્રા અને અવસાદથી પીડિત છે.