કોરોનાની ત્રીજી વેક્સિનને તરત મંજૂરી આપવાની વકી
નવી દિલ્હી: ભારતમાં ફરી એક વખત કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે ત્યારે દેશમાં કોરોનાની ત્રીજી વેક્સીનને પણ ઈમરજન્સી ઉપયોગ માટે તાત્કાલિક મંજૂરી આપવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારતમાં બે વેક્સીનને મંજૂરી અપાઈ છે અને તે લોકોને મુકવામાં આવી રહી છે ત્યારે રશિયાની સ્પૂતનિક વી વેક્સીનના ઉપયોગ માટે તાજેતરમાં જ સરકારની મંજૂરી માંગવામાં આવી હતી.
જાેકે અત્યાર સુધી ભારતના ડ્રગ કંટ્રોલર દ્વારા આ વેકસીનને મંજૂરી આપવામાં આવી નથી.બીજી તરફ આ વેક્સીનની ત્રીજા તબક્કાની ટ્રાયલ પણ પૂરી થઈ ચુકી છે અને તેમાં ૧૫૦૦ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.આ પરિક્ષણનુ રિઝલ્ટ વહેલી તકે જાહેર કરાશે.
જાેકે રશિયામાં આ વેક્સીન લોકોને અપાઈ રહી છે.અહીંયા તેની ટ્રાયલમાં તે ૯૧ ટકા અસરકારક હોવાનુ સાબિત થયુ હતુ.રશિયાની આ ટ્રાયલમાં ૧૯૦૦૦ જેટલા સ્વયંસેવકોને સામેલ કરવામાં આવ્યા હતા.રશિયામાં આ વેક્સીન ૩૫ લાખ લોકોને બે ડોઝ સ્વરુપે અપાઈ ચુકી છે.
હવે જ્યારે ભારતમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે રસીકરણમાં ઝડપ લાવવા માટે ભારત ત્રીજી રસી તરીકે રશિયાની વેક્સીનને બહુ જલ્દી મંજુરી આપશે તેવી અટકળો શરુ થઈ છે.