કોરોનાની દેશી દવાની કિંમત ૫૦૦થી ૬૦૦ની વચ્ચે રહેશે
નવી દિલ્હી: ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ દેશમાં ઉત્પાદિત એન્ટી કોવિડ દવાઓના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી છે. આ મોઢેથી ગોળી તરીકે લેવામાં આવનાર દવાને કોરોના વાયરસના મધ્યમથી ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે સહાયક પદ્ધતિ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ડ્રગને એવા સમયે મંજૂરી આપવામાં આવી છે જ્યારે ભારત કોરોના વાયરસ મહામારીની બીજી લહેરથી ઘેરાયેલું છે અને દેશના આરોગ્ય માળખા પર ઘણું દબાણ છે. ચાલો જાણીએ કે આ દવા કોવિડ દર્દીઓને રિકવર થવામાં કેવી રીતે મદદ કરશે, દવાની કિંમત શું હશે અને આવા બધા મહત્વપૂર્ણ પ્રશ્નોના અંગે અત્રે વિસ્તૃત છણાવટ કરાઈ છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) ની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સિસ (આઈએનએમએએસ) દ્વારા હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડી લેબોરેટરીના સહયોગથી આ ડ્રગ વિકસાવવામાં આવી છે. આ દવાનું નામ ૨-ડીજી છે. તેનું પૂરું નામ ૨-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ છે. સામાન્ય અણુ અને ગ્લુકોઝની સુસંગતતાને કારણે આ દવાને દેશમાં જ મોટા પ્રમાણમાં તૈયાર કરી શકાય છે અને ઉપલબ્ધ કરાવી શકાય છે.
૨-ડીજી દવા પાઉડરના રુપે પેકેટમાં આવે છે. તેને પાણીમાં ઘોળીને પીવાની રહે છે. ગેસ અને એસેડિટી માટે જેમ ઇનો પાઉડર પાણીમાં ઘોળીને પીએ છીએ તેમ ૨-ડીજીને પણ પીવામાં આવે છે. આમ તો આ અંગે કોઈ વધુ માહિતી હજુ સામે નથી આવી. જાેકે કહેવામાં આવે છે કે એક પેકેટની કિંમત ૫૦૦થી ૬૦૦ રુપિયા વચ્ચે હોઈ શકે છે. પરંતુ આની સાચી માર્કેટ પ્રાઇસનો ખુલાસો તો તેનું ઉત્પાદન કરવાવાળી દવા કંપની ડો. રેડ્ડીઝ આ દવા એવા દર્દીઓને મદદ કરશે જેમને શ્વાસ લેવામાં તકલીફ છે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં બહાર આવ્યું છે કે ૨-ડીજી દવા હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને ઝડપી રિકવર થવામાં મદદ કરે છે. તેમજ ઓક્સિજન પરની વધારે ર્નિભરતાને ઘટાડે છે.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું, “કોવિડ -૧૯ ની બીજી લહેરના કારણે મોટી સંખ્યામાં દર્દીઓને ઓક્સિજન આપવાની અને હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા રહે છે. આ દવાથી કિંમતી જીંદગીઓને બચાવવાની અપેક્ષા છે કારણ કે આ દવા ચેપગ્રસ્ત કોષો પર કામ કરે છે. તેનાથી કોવિડ -૧૯ દર્દીઓનો હોસ્પિટલમાં દાખલ થવાનો સમયગાળો પણ ઘટે છે.
આ દવા કોવિડ -૧૯ નો સામનો કરતા દર્દીઓને મોટા પ્રમાણમાં લાભ કરશે. ૧ મેના દિવસે ડીસીજીઆઈએ કોવિડ -૧૯ ના મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે આ દવાના કટોકટીના ઉપયોગને સહાયક પદ્ધતિ તરીકે મંજૂરી આપી દીધી છે. સહાયક પદ્ધતિ એ સારવાર છે જેનો ઉપયોગ પ્રાથમિક સારવારમાં મદદ કરવા માટે થાય છે. ૨-ડીજી ડ્રગ વાયરસથી સંક્રમિત કોષમાં જમા થાય છે અને વાયરસના વિકાસને અટકાવે છે. વાયરસથી સંક્રમિત કોષ પર જ કામ કરવું તે આ દવાને વિશેષ બનાવે છે.
“દવાના પ્રભાવ અંગે મંત્રાલયે જણાવ્યું છે કે ૨ ડીજી સાથે સારવાર લેતા દર્દીઓ કોરોનાની કાયદેસરની સારવાર પ્રક્રિયા (એસઓસી) માટે લાગતા સમયગાળા કરતા વહેલા સ્વસ્થ થઈ ગયા હતા. ૨ ડીજી સાથે સારવાર લઈ રહેલા મોટાભાગના દર્દીઓ આરટી-પીસીઆર પરીક્ષણમાં નકારાત્મક આવેલા જાેવા મળ્યા હતા.
એપ્રિલ ૨૦૨૦ માં મહામારીની પ્રથમ લહેર દરમિયાન ડીઆરડીઓએ હૈદરાબાદ સ્થિત સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી સેન્ટરના સહયોગથી આઈએનએમએએસ-ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ સાથે મળીને એક પ્રયોગશાળામાં પ્રયોગ શરું કર્યા હતા અને શોધી કાઢ્યું કે આ અણુ સાર્સ કોવ-૨ વાયરસ સામે કારગર છે અને વાયરસના ચેપને વધતો રોકવા સામે અસરકારક છે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કાના આ પરિણામો પછી ડીસીજીઆઈના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) એ મે ૨૦૨૦ માં ૨-ડીજીને કોવિડ-૧૯ દર્દીઓ પર બીજા તબક્કામાં ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી હતી. અસરકારકતા અને સલામતીની તપાસ કર્યા પછી મે થી ઓક્ટોબર ૨૦૨૦ દરમિયાન બીજા તબક્કાનું પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત જાણવા મળ્યું કે આ દવા સુરક્ષિત હોવા સાથે કોવિડ -૧૯ દર્દીઓને સાજા થવામાં મદદ કરે છે. બીજા તબક્કાના પહેલા ભાગમાં છ હોસ્પિટલોમાં અને બીજા તબક્કાના બીજા ભાગમાં દેશની ૧૧ હોસ્પિટલોમાં ૧૧૦ દર્દીઓ પર આ દવાનું પરિક્ષણ કરવામાં આવ્યું.
સફળ પરિણામો બાદ નવેમ્બર ૨૦૨૦ માં ડીસીજીઆઈએ આ દવાના ત્રીજા તબક્કાની ટ્રાયલને મંજૂરી આપી હતી. ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ડિસેમ્બર ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ દરમિયાન દેશભરની ૨૭ હોસ્પિટલોના ૨૨૦ દર્દીઓ પર કરવામાં આવી હતી. આ હોસ્પિટલો દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં છે. ટ્રાયલના ત્રીજા તબક્કાના ડેટા ડીસીજીઆઈને આપવામાં આવ્યા હતા. પરિણામો અનુસાર ૨-ડીજી દવાથી કોરોના લક્ષણો ધરાવતા દર્દીઓના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થયો છે અને એસઓસીની તુલનાએ આ દવાથી ત્રીજા વસથી જ ઓક્સિજન પરની ર્નિભરતા (૩૧ ટકાની તુલનામાં ૪૨ ટકા) ઘટી છે.