કોરોનાની દેશી વેક્સીન પર મળ્યા બે-બે ગુડ ન્યુઝ
નવી દિલ્હી: દેશી કોરોના વેક્સીન ટ્રાયલ ભુવનેશ્વરમાં પણ શરૂ થઈ ગયું છે. તેમજ માટે ટીબી માટેની રસી કેટલી અસરકારક છે તેના પર પણ રિસર્ચ ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે.
કોરોના વાયરસની વેક્સીન પર ભારત ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત બાયોટેકની આ વેક્સીનું હવે ભુવનેશ્વરમાં પણ ટ્રાયલ શરૂ થઈ ચૂક્યું છે. કોવેક્સિન કેટલાક વોલન્ટીયર્સને લગાવવામાં આવી છે. જેમને પણ આ રસી આપવામાં આવી છે તે તમામને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ તમામ અત્યાર સુધી બિલકુલ સ્વસ્થ છે. કોઈ આડઅસર થઈ નથી. તો બીજી તરફ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા બીસીજીની રસી પર ત્રીજા તબક્કાનું પરિક્ષણ કરી રહી છે. બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ મુજબ લગભગ ૬૦૦૦ આરોગ્ય કર્મચારીઓ અને કોરોનાના સંક્રમણની જેમને વધુ શક્યતા છે તેવા ૬૦૦૦ લોકોએ આ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
કોરોના વાયરસના સૌથી વધુ ખતરાનો સામનો કરતા મોટી ઉંમરના લોકો, અન્ય જટીલ બિમારીઓ ધરાવતા દર્દીઓ અને ડોક્ટર્સમાં સંક્રમણના પ્રભાવને ઓછો કરવામાં ભાવને તપાસવા માટે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા ક્લિનિકલ પરીક્ષણ કરી રહી છે. જેમાં હાલ તે ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે.
ટીબીના રોગથી બચાવતી બીસીજીની રસી નવજાત બાળકોને રાષ્ટ્રીય બાલ ટીકાકરણ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે. ટીબીનો રોગ બેક્ટેરિયાથી થાય છે જેનથી વ્યક્તિના ફેંફસા સૌથી વધુ પ્રભાવિત થાય છે. ડીપીટીના સચિવ અને બીઆઈઆરએસસી અધ્યક્ષ રેણુ સ્વરૂપે કહ્યું કે બીસીજી એક પ્રમાણીત રસી છે અને ટીબી ઉપરાંત બીજા પણ અનેક રોગમાં તેના ફાયદા જાેવા મળ્યા છે.
આઈસીએમઆર દ્વારા પસંદ કરવામાં આવેલ ૧૨ કેન્દ્રો પર ખૂબ જ આશાસ્પદ કોવેક્સી રસીનું પરીક્ષણ શરૂ થઈ ચૂક્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે પ્રથમ અને બીજા તબક્કાની પ્રક્રિયા માટે આ ૧૨ કેન્દ્રોને પસંદ કરવામા આવ્યા છે. આ રસીના પરીક્ષણ માટે આગળ આવેલા વોલન્ટીયર્સને ખૂબ જ આકરી મેડિકલ ચકાસણીમાંથી પસાર થવું પડે છે. તમજ ડીસીજીઆઈના પ્રોટોકોલ મુજબ આ રસી આપવામાં આવી રહી છે.
રાવે કહ્યું કે પસંદ કરવામાં આવેલ સ્વયંસેવકોને ૧૪-૧૪ દિવસના અંતરે બેવાર રસીનો ડોઝ આપવામાં આવશે. પરીક્ષણ માટે સામે આવેલા લોકોમાં ખૂબ જ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. તેમજ રસીનો ડોઝ લીધા બાદ આ લોકો તરફથી મળી રહેલી પ્રતિક્રિયા પણ ખૂબ જ ઉત્સાહજનક છે. તો હજુ પણ બીજા અનેક લોકો આ પરીક્ષણમાં વોલન્ટીયર્સ થવા માટે તૈયારી દેખાડી રહ્યા છે.