કોરોનાની નવી ગાઈડ લાઈન, વિદેશથી આવતા લોકો માટે નવા નિર્દેશ જારી કરાયા
નવીદિલ્હી: ઘણા દેશોમાં કોરોના વાયરસના નવા સ્વરુપ (મ્યુટન્ટ વેરિએન્ટ્સ) નો ચેપ હોવાથી કેન્દ્ર સરકારે બુધવારે વિદેશથી આવતા લોકો માટે નવી માર્ગદર્શિકા જારી કરી હતી. આ નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી (એસઓપી) આગામી ઓર્ડર આવે ત્યાં સુધી ૨૨ ફેબ્રુઆરીની રાત્રે ૨૩ઃ ૫૯ મિનિટથી અમલમાં રહેશે.
સરકાર દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે ઘણા દેશોમાં સાર્સ કોવિ-૨ ચેપના નવા સ્વરૂપોના ફેલાવાને ધ્યાનમાં રાખીને, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે સલાહ લીધા પછી, વિદેશથી આવનારા લોકો માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
યુકે, યુરોપ અને પશ્ચિમ એશિયાથી આવતી ફ્લાઇટ્સથી આવતા તમામ મુસાફરો માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. સરકારે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ૨૮ ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દીધી છે.
નવા દિશાનિર્દેશો અનુસાર, યુકે, યુરોપ અને પશ્ચિમ એશિયા સિવાયના દેશોથી આવતા મુસાફરોએ તેમની નિર્ધારિત મુસાફરી પહેલાં એર સુવિધા પોર્ટલ પર સ્વ-ઘોષણા ફોર્મ ભરવાનું રહેશે અને કોવિડ -૧૯ ચેપગ્રસ્ત ન હોવાનો અહેવાલ અપલોડ કરવો પડશે.,પરિવારના વ્યક્તિના મોતને કારણે ભારત આવતા મુસાફરોને આમાંથી મુક્તિ આપવામાં આવશે,
પરંતુ આ છૂટ માટે તેમને ઓનલાઇન અરજી કરવી પડશે. મંત્રાલયે કહ્યું કે બ્રિટન, યુરોપ અને પશ્ચિમ એશિયાથી આવતા મુસાફરોએ પણ આ દિશાનિર્દેશોનું પાલન કરવું પડશે, જાેકે તેમને તપાસવા અને રાખવા માટે અલગ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.