Western Times News

Gujarati News

કોરોનાની બીજી રસી તૈયાર કરી હોવાનો રશિયાનો દાવો

એપીવાકકોરોના નામની વેક્સિનમાં સાઈડ ઈફેક્ટ નહીં-રસી શોધનાર રશિયા પ્રથમ દેશ બન્યો ઃ રશિયાએ પહેલી કોરોના વેક્સિનના ઉપયોગની પરવાનગી આપી દીધી હતી
માૅસ્કો, રશિયાના દાવા પ્રમાણે તેણે કોરોના વાઈરસની એક નવી વેક્સિન તૈયાર કરી લીધી છે. અગાઉ ૧૧મી ઓગસ્ટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે રશિયાએ કોરોના વાઈરસની સફળ વેક્સિન તૈયાર કરી લીધી છે. રસી શોધનારો રશિયા પહેલો દેશ બની ગયો હતો. રશિયાએ પહેલી કોરોના વેક્સિનના ઉપયોગની પરવાનગી પણ આપી દીધી હતી.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

હવે રશિયાએ બીજી વેક્સિન તૈયાર કરવાનો દાવો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર રશિયાનું કહેવું છે કે પહેલી વેક્સિનની જે સાઈડ ઈફ્કેટ સામે આવી હતી, તે નવી વેક્સિન લગાવવા પર હશે નહીં.

રશિયાએ પહેલી વેક્સિનનું નામ સ્પુટનિક ફાઈવ રાખ્યું હતું. બીજી વેક્સિનને એપીવાકકોરોના નામ આપવામાં આવ્યુ છે. રશિયાએ એપીવાકકોરોના વેક્સિનનું નિર્માણ સાઈબેરિયાના વર્લ્ડ ક્લાસ વાયરોલાૅજી ઈન્સ્ટિટ્યુટમાં (વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઑફ વાયરોલાૅજી એન્ડ બાયોટેક્નોલોજી) માં કર્યુ છે. પહેલા આ ઈન્સ્ટિટ્યુટ ટાૅપ સિક્રેટ બાયોલોજિકલ વેપન રિસર્ચ પ્લાન્ટ હતો.

રશિયા વૈજ્ઞાનિકોનો દાવો કર્યો છે કે એપીવાકકોરોના વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ સપ્ટેમ્બરમાં પૂરો થશે પરંતુ ૫૭ વોલેન્ટિયર્સને વેક્સિન લગાવાઈ છે, તેમાંથી કોઈને પણ સાઈડ ઈફેક્ટનો સામનો કરવો પડતો નથી. તમામ વાૅલેન્ટિયર સ્વસ્થ છે અને સારૂ અનુભવી કરી રહ્યા છે.

એપીવાકકોરોનાના પણ બે ડોઝ અપાશે. પહેલા ડોઝના ૧૪થી ૨૧ દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. રશિયાને આશા છે કે ઓક્ટોબર સુધી આ વેક્સિનને રજિસ્ટર કરી લેવામાં આવશે અને નવેમ્બરથી આનુ ઉત્પાદન શરૂ થઈ જશે.
વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઑફ વાયરોલાૅજી એન્ડ બાયોટેકનોલોજીએ કોરોના વાઈરસની ૧૩ સંભવિત વેક્સિન પર કામ કર્યુ હતુ. લેબમાં જાનવરો પર આ વેક્સિનની તપાસ કરવામાં આવી હતી. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.