કોરોનાની બીજી લહેરની અર્થતંત્ર પર મોટા પાયે અસર થઈ : RBI
નવીદિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પણ એક્શનમાં જાેવા મળી રહી છે.આરબીઆઇના ગવર્નર શક્તિકાન્ત દાસે આજે બુધવારે કોરોના અને તેની સ્થિતિ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરની અર્થતંત્ર પર મોટા પાયે અસર થઈ છે. કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિ પર આરબીઆઇ નજર રાખી રહી છે. બીજી લહેર સામે મોટા પગલાં લેવાની જરૂર છે.
આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેન્ક વર્તમાન કોરોનાની સ્થિતિ પર નજર રાખવાનું ચાલુ રાખશે. વિશેષ રીતે નાગરિકો, વેપારી સંસ્થાઓ અને બીજી લહેરથી પ્રભાવિત સંસ્થાઓ માટે પોતાના નિયંત્રણના દરેક સંસાધનો અને સાધનોને તહેનાત કરાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી લહેર પછી ઈકોનોમીમાં રિકવરી જાેવા મળી હતી, પરંતુ બીજી લહેરમાં ફરી એક વાર અર્થતંત્ર પર સંકટ જાેવા મળી રહ્યું છે.
બેન્ક સરળ હપ્તાથી નિકાસકારોને લોન આપશે આરબીઆઇએ માર્ચ ૨૦૨૨ સુધી કોરોના સંબંધિત આરોગ્ય સુવિધાઓ માટે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની વિશેષ લિક્વિડિટી સુવિધાની જાહેરાત કરી હતી. આનાથી બેન્ક વેક્સિન ઉત્પાદકો, વેક્સિન ટ્રાન્સપોર્ટ, નિકાસકારોને સરળ હપ્તા પર લોન ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત હોસ્પિટલ્સ, હેલ્થ સર્વિસ પ્રોવાઈડર્સને પણ આનો લાભ થશે