કોરોનાની બીજી લહેરમાં એરપોર્ટ પર અવરજવર ઘટી
માર્ચ ૨૦૨૧માં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટ્રાફિક સહિત મુસાફરોની અવરજવર માત્ર ૫.૫૬ લાખ પેસેન્જર્સની રહી
અમદાવાદ: કોરોનાની બીજી લહેરના કારણે વિમાન દ્વારા મુસાફરી કરતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. જાે કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેટા પ્રમાણે, એર પેસેન્જર ટ્રાફિક વાર્ષિક ધોરણે માર્ચ ૨૦૨૧માં ૬.૩%ના ઘટાડા સાથે પ્રમાણમાં અસરગ્રસ્ત રહ્યો હતો. માર્ચ ૨૦૨૧માં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટ્રાફિક સહિત મુસાફરોની અવરજવર ૫.૫૬ લાખ મુસાફરો જેટલી રહી હતી, ગયા વર્ષે આ જ મહિના દરમિયાન મુસાફરોની સંખ્યા ૫.૯૩ લાખ હતી. શહેર એરપોર્ટના સૂત્રોના અંદાજ પ્રમાણે, કોરોનાની બીજી લહેરે તેજ થતાં એપ્રિલમાં મુસાફરોની અવરજવરમાં તીવ્ર ઘટાડો થયો હતો.
જાે કે, છછૈંએ આ વર્ષના એપ્રિલ મહિનામાં મુસાફરોની અવરજવરનો ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી. ટ્રેન્ડ વિશે વાત કરતાં, ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતે જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં, આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ ફરજિયાતના પ્રતિબંધને માર્ચ મહિનાના અંતમાં લાગુ કરવામાં આવ્યો હતો, જેના કારણે મુસાફરોના ટ્રાફિક પર એટલી વધારે અસર નહોતી થઈ. મહારાષ્ટ્રમાં આ જ ર્નિણય વહેલો લાગુ કરવામાં આવ્યો હતો. વધુમાં, બીજી લહેરના કારણે મુસાફરો ઈમરજન્સી વગર પોતાના શહેરની બહાર જવાનું ટાળ્યું હતું. તેથી, મુસાફરોની અવરજવરને અસર પહોંચી હતી.
એરપોર્ટ પર પહોંચતા આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ હોવાનો પ્રોટોકોલ રાજ્ય પ્રમાણે બદલાય છે અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ટ્રાવેલિંગ પર અસર કરવા માટે આ પૂરતું હતું. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરેશનલ એરપોર્ટ પરથી ૧૧ જેટલી ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં લખનઉ, બેંગ્લોર, મુંબઈ, વારાણસી, દિલ્હી, ચેન્નઈ અને અમૃતસરનો સમાવેશ થતો હતો. મોટાભાગની ફ્લાઈટે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતાં અસ્થાયી ધોરણે તેમની ઉડાણ રદ કરતાં ફ્લાઈટ ઓપરેશનને અસર પડી હતી.