Western Times News

Gujarati News

કોરોનાની બીજી-લહેરમાં ૫૭૭ બાળકો અનાથ થયાંઃ ઇરાની

નવીદિલ્હી: કેન્દ્રીય મહિલા અને બાળવિકાસપ્રધાન સ્મૃતિ ઇરાનીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે દેશભરમાં આશરે ૫૭૭ બાળકો કોરોના સંક્રમણની બીજી લહેરમાં પોતાનાં માતાપિતાના નિધનને કારણે અનાથ થયાં છે. કોરોનાને કારણે માતાપિતાને ગુમાવનારાં દરેક બાળકના પાલનપોષણ માટે અને સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ છે, એમ તેમણે કહ્યું હતું.

દેશભરમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બીજી લહેરમાં પહેલી એપ્રિલથી કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા માતાપિતાનાં ૫૭૭ બાળકોના પાલનપોષણ અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે, એમ એક ઇરાનીએ એક ટ્‌વીટમાં જણાવ્યું હતું.

આવાં બાળકોને કાઉન્સેલિંગની જરૂર પડે છે તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સિસમાં એટીમ તૈયાર છે. તેમણે કહ્યું હતું કે આ બાળકોના ભવિષ્યને બનાવવા માટે ફંડની કોઈ અછત નથી, એમ તેમણે કહ્યું હતું.

કેન્દ્ર સરકાર આ બાળકો વિશે રાજ્યો અને જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં છે. આ બાળકોના કલ્યાણ માટે ફંડની કોઈ કમી નથી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય યુનિસેફના તમામ સ્ટેકહોલ્ડરો સાથે બેઠક યોજી હતી, એમ એક સૂત્રે જણાવ્યું હતું.

એ દુર્ભાગ્યપૂર્ણ અને દુખદાયક છે કે મંત્રાલયે કોવિડ અનાથ વિશે વાત કરતાં જાણીતા કાર્યકરોનો સંપર્ક કર્યો ત્યારે તેમણે રોગચાળાને કારણે અનાથ બાળકોની વિશે કોઈ વિગતો આપી નહોતી. મંત્રાલયના સચિવ રામ મનોહર મિશ્રાએ કહ્યું હતું કે ભારત નવ દેશોમાં ૧૦ મિશનમાં ૧૦ વન-સ્ટોપ કેન્દ્રો ખોલશે.

વન-સ્ટોપ કેન્દ્રો મહિલાઓ પર હિંસાના કેસોને જુએ છે. બહેરિન, કુવૈત, ઓમાન, કતાર, યુએઈ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને સિંગાપોરમાં વન-સ્ટોપ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે, જ્યારે સાઉદી અરેબિયામાં બે કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે, જ્યારે દેશભરમાં ૩૦૦ વધુ કેન્દ્રો ખોલવામાં આવશે. આ કેન્દ્રોને મંત્રાલય ટેકો આપશે અને વિદેશ બાબતોનું મંત્રાલય સંચાલન કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.