કોરોનાની બીજી લહેર ખતરનાક હોઇ શકે છે: એમ્સ
નવીદિલ્હી, એમ્સ દ્વારા કોરોના વાયરસની બીજી લહેરને લઇને એકવાર ફરી લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ કોરોેનાના કેસ વધી રહ્યાં છે એવામાં ત્રીજી વેવની પણ ચર્ચા છે.એમ્સ ડાયરેકટર ડો રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેરની શકયતા નકારી છે.કોરોનાની બીજી લહેર શરૂ થઇ છે તેમનું માનવું છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન અને માસ્કનો દુરૂપયોગ ખતરનાક બની શકે છે.
ડો ગુલેરિયાનું કહેવુ છે કે પ્રદુષણ અને બદલાતી સીઝનના કારણે કોરોનાના કેસ વધી રહ્યાં છે તેમનું કહેવું છે કે પ્રદુષણના કારણે કોરોના વધારે સમય સુધી હવામાં રહે છે તે ફેફસાને નુકસાન કરે છે પ્રદુષણથી પણ તે વધી શકે છે તેમનું કહેવું છે કે કોરોના ખતમ થયો નથી લોકોએ માસ્ક પહેરવું જાેઇએ બેદરકારીથી કેસ વધી શકે છે.
કોરોના વેકસીનને લઇ ડો.ગુલેરિયાએ કહ્યું કે આશા છે કે કોઇ નવી દવાઓ આવે જે વાયરસને કંટ્રોલ કરે વેકસીન આપવાથી કોરોનાના કેસ ઘટશે પરંતુ અત્યારે તો લોકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પર ધ્યાન આપવું જાેઇએ તેઓએ કહ્યું કે પ્રદુષણ અનેકોરોના બંન્ને એક ચેલેન્જ છે આ સમયે જરૂરી છે કે દરેક નિયમોનું પાલન કરાય અને કેસને કંટ્રોલમાં લઇ શકાય દિવાળીના સમય સુધીમાં કોરોનાના કેસ ઘડશે તો કહી શકાશે કે કોરોનાનો પીક ખતમ થયો છે.
તેમણે કહ્યું કે તહેવારની સીઝનમાં લોકોએ ખાસ સાવધાની રાખવી પડશે તેઓએ કહ્યું કે જેમને માઇલ્ડ ઇન્ફેકશન છે તેમને ફરી સંક્રમણ થઇ શકે છે.SSS