કોરોનાની બીજી લહેર દરમ્યાન વાસણા, વટવા, નારોલ, ચાંદખેડા, સરખેજના સ્મશાનગૃહોમાં ચારથી પાંચ ગણા મૃત્યુ નોધાયા
કોરોના દરમ્યાન માસિક સરેરાશ મૃત્યુમાં દોઢથી બે ગણો વધારો થયો
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં એપ્રિલ ર૦ર૦થી જાન્યુઆરી- ર૦ર૧ સુધી કોરોનાના અંદાજે સાડા ત્રણ લાખ કેસ કન્ફર્મ થયા છે. જયારે મૃત્યુના આંકડા બાબતે હજી અસમંજસ જાેવા મળી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોના દર્દીઓના મૃત્યુ અંગે જે જાહેર કરવામાં આવેલા આંકડા અને તેની સામે ર૪ સ્મશાનગૃહોમાં રજીસ્ટર્ડ થયેલા મરણના આંકડામાં વિરોધાભાસ જાેવા મળી રહયો છે.
તદ્પરાંત મૃતકોના સ્વજનો દ્વારા વળતર માટે કરવામાં આવેલા દાવાની સંખ્યા પણ ઘણી જ વધારે છે. અમદાવાદ મ્યુનિ. સંચાલિત સ્મશાનગૃહોમાં કોરોના કાળ પહેલા માસિક સરેરાશ ત્રણ હજાર મૃતદેહોની અંતિમવિધિ થતી હતી. કોરોના આગમન આ સંખ્યામાં દોઢ ગણો વધારો થયો છે ચોંકાવનારી બાબત એ છે કે વાસણા, ઈસનપુર, વટવા, નારોલ, સરખેજ સહીતના વોર્ડમાં ર૦ર૧ના વર્ષમાં અંતિમવિધિ કરવામાં આવેલા મૃતદેહોની સંખ્યામાં ચાર ગણો વધારો જાેવા મળ્યો છે.
કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમ્યાન અનેક દર્દીઓના મૃત્યુ થયા છે જેના સાચા આંકડા ક્યારેય જાહેર થાય તેમ નથી. પરંતુ સ્મશાનગૃહો પરથી ઉપલબ્ધ આંકડાના આધારે અનુમાન લગાવી શકાય છે કે કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. શહેરમાં માર્ચ-ર૦ર૦ના અંતિમ સપ્તાહમાં કોરોનાનો પ્રથમ કેસ કન્ફર્મ થયો હતો પરંતુ એપ્રિલ અને મે-ર૦ર૦માં તેનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળ્યુ હતું.
મ્યુનિ. સંચાલિત અંતિમધામોમાં જાન્યુઆરીથી માર્ચ- ર૦ર૦ દરમ્યાન કુલ ૮૯પ૩ મૃતકોની નોંધણી થઈ હતી જેની માસિક સરેરાશ ર૯૮૪ થાય છે. જયારે એપ્રિલથી ડીસેમ્બર- ર૦ર૦ દરમ્યાન ૪૦૩૭પ મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી હતી. મતલબ કે આ સમયગાળા દરમ્યાન માસિક ૪૪૮૬ મૃતદેહોની અંતિમવિધિ થઈ હતી. જે ર૦ર૦ના પ્રથમ ત્રિ-માસિક કરતા લગભગ દોઢ ગણા વધુ છે. ર૦ર૦ના મે મહીનામાં કુલ ૬૧૪૭ મૃતકોની નોંધણી થઈ છે.
જે વર્ષ દરમ્યાન સૌથી વધુ હતું ર૦૧૯ના વર્ષમાં જાન્યુઆરીથી મે મહીના દરમ્યાન ૧૭૧ર૩ મૃત્યુ રજીસ્ટર્ડ થયા હતા જેની સામે ર૦ર૦માં આ જ સમયગાળા દરમ્યાન રર૦પ૪ મૃતદેહોના અંતિમ સંસ્કાર થયા હતા જયારે ર૦ર૧ના વર્ષ દરમ્યાન મ્યુનિ. સ્મશાનગૃહોમાં પ૧૮૮૪ મૃત્યુ નોધણી થઈ હતી જેની માસિક સરેરાશ ૪૪૮૬ છે. ર૦ર૦માં માસિક એવરેજ ૪૧૧૦ હતી.
કોરોનાની પ્રથમ લહેર દરમ્યાન મૃતક દર્દીઓના જે સ્મશાનગૃહમાં અંતિમવિધિ કરવામાં આવી હતી તે સ્મશાનગૃહોનો બીજીલહેર દરમ્યાન ઓછો ઉપયોગ કરવામાં આવ્યો હતો તથા શહેરના છેવાડે આવેલા વિસ્તારોના અંતિમધામોમાં મૃતદેહ નિકાલ થયા હતા.
વાસણા વિસ્તારના અંતિમધામમાં ર૦ર૦ના વર્ષ દરમ્યાન ૭૦૭ મૃત્યુ નોંધણી થયા હતા જેની સામે ર૦ર૧માં ૪૪૯૭ મૃતદેહની અંતિમવિધિ થઈ હતી જે ર૦ર૦ કરતા લગભગ ૦૬ ગણા વધુ છે તેવી જ રીતે ઈસનપુરમાં ૧૧૭૪ સામે રર૭પ, વટવામાં ૬૩૬ સામે રર૭પ સરખેજમાં રપ૮ સામે ૧૯ર૭ તથા ચાંદખેડામાં ૭ર૯ સામે ર૦ર૧માં ૩ર૩૪ મૃત્યુ રજીસ્ટર્ડ થયા છે.
કોરોનાના આગમન પહેલા જાન્યુઆરીથી માર્ચ- ર૦ર૦ સુધીના સમયગાળા દરમ્યાન ઈસનપુરમાં રર૭, વટવામાં ૧ર૬, વાસણામાં ૬૮, સરખેજમાં ૬૦, નારોલમાં ૬૬ તથા રામોલમાં માત્ર ૦૩ મૃતકોની અંતિમવિધિ થઈ હતી જયારે ર૦ર૦માં પ્રથમ લહેર દરમ્યાન રખીયાલ, ઠક્કરનગર, જમાલપુર, વી.એસ. સહીતના સ્મશાનગૃહોમાં અંતિમવિધીની સંખ્યામાં અસામાન્ય વધારો થયો હતો.
ર૦ર૦ એપ્રિલમાં રખિયાલ સ્મશાનગૃહમાં ૪૮ અને મે મહીનામાં ૧પ૩, ઠક્કરનગર અંતિમધામમાં અનુક્રમે ૧૯પ અને ૩૭૯, જમાલપુરમાં ર૬ર અને ૬૬૯, દુધેશ્વરમાં ૧પ૩ અને પર૭, વી.એસ.માં ર૭૩ અને ૭૧ર, વાસણામાં ૮૪ અને ર૩૧, ચામુંડામાં ર૮૩ અને ૮ર૯ તેમજ વાડજમાં ૩૯૮ અને પ૯૪ મૃત્યુની નોંધણી થઈ હતી.