કોરોનાની બીજી વેવ અને ભારતવાસીઓની લડાઇ ચાલુ છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોનની બીજી વેવ અને ભારતવાસીઓની લડાઇ ચાલુ છે દુનિયાના અનેક દેશોની જેમ ભારત પણ આ લડાઇ દરમિયાન બહુ પીડાથી પસાર થયો છે આપણામાંથી અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે આવા તમામ પરિવારોની સાથે મારી પુરી સંવેદનાઓ છે છેલ્લા ૧૦૦ વર્ષોમાં આવેલી આ સૌથી મોટી મહામારી છે આ પ્રકારનીમહામારી આધુનિક વિશ્વએ ન જાેઇ હતી કે અનુભવી હતી.
મોદીએ કહ્યું કે આટલી મોટી વૈશ્વિક મહામારીથી આપણો દેશ અનેક મોરચા પર એક સાથે લડી રહ્યો છે કોવિડ હોસ્પિટલ બનાવવાને લઇ આઇસીયુ બેડ્સની સંખ્યા વધારવી,વેટિલેટર બનાવવાથી લઇ ટેસ્ટિંગ લેબનું નેટવર્ક તૈયાર કરવાનું હોય ગત સવા વર્ષમાં જ દેશમાં એક નવો હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકટર તૈયાર કરવામાં આવ્યો તેમણે કહ્યું કે એપ્રિલ અને ેમેના મહીનામાં ઓકસીજનની માંગ અકલ્પનીય રીતે વધી ગઇ ભારતમાં કમી પણ એટલી માત્રામાં ઓકસીજનની જરૂરત અનુભવાઇ નહીં આ જરૂરતને પુરી કરવા માટે યુધ્ધ સ્તર પર કામ કરવામાં આવ્યું સરકારના તમામ તંત્ર કામે લાગી ગયા ઓકસીજનમાં રેલ એયરફોર્સ નૌસેનાને લગાવવામાં આવ્યા લિકિવડ ઓકસીજનના પ્રોડકશનમાં ૧૦ ગણો વધારો ખુબ ઓછા સમયમાં થઇ ગયો
દુનિયાના દરેક ખુણામાંથી જે ઉપલબ્ધ થઇ શકતો હતો તે લાવવામાં આવ્યો જરૂરી જવાઓના પ્રોડકશનને અનેક ગણો વધારવામાં આવ્યો વિદેશોમાં જયાં પણ દવાઓ ઉપલબ્ધ હોય ત્યાંથી તેને લાવવામાં કોઇ કસર બાકી છોડવામાં આવી નથી કોરોના જેવી અદ્શ્ય અને રૂપ બદલતા દુશ્મનની વિરૂધ્ધ લડાઇમાં સૌથી પ્રભાવિ હથિયાર કોવિડ પ્રોટોકોલ છે માસ્ક બે ગજનું અંતર અને બાકી સાવધાનીઓનું પાલન જ છે વડાપ્રધાન મોદીએ અત્યાર સુધી આઠ વાર રાષ્ટ્રને સંબોધન કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે વેકસીન આ સંક્રમણથી જંગ માટે એક સુરક્ષા ચક્ર છે પરંતુ એ પણ સમજવું પડશે કે દુનિયામાં વેકસીનની સપ્લાઇ ઓછી છે.આવામાં ખુબ ઓછા દેશ
કંપનીઓ છે જયાં દવાઓ બની રહી છે. વડાપ્રધાને પોલિયોનું ઉદાહરણ આપતા કહ્યું કે એક સમયે આપણે મહામારીઓનો સામનો કરવા માટે રસીનો દાયકાઓ સુધી રાહ જાેવી પડતી હતી મોદીએ કહ્યું કે જાે આજે આપણા દેશમાં વેકસીન ન બની રહી હોત તો સમજાે શું થાત તેમણે કહ્યું કે જે ગતિથી દેશમાં પહેલુ રસીકરણ ચાલી રહ્યું હતું તે સ્પીડથી તો કંપ્લીટ રસીકરણ માટે ૪૦ વર્ષ લાગી જશે
તેમણે કહ્યું કે આપણે શત પ્રતિશત રસીકરણ માટે મિશન ઇન્દ્રધનુષ લોન્ચ કર્યું આપણે ૧૦૦ ટકા રસીકરણ તરફ વધી રહ્યાં હતાં કે કોરોનાના સંકટે આપણને ઘેરી લીધું વડાપ્રધાને કહ્યું કે દુનિયામં આશંકા વ્યકત કરવામાં આવી રહી હતી કે કેવી રીતે ભારત આટલી મોટી વસ્તીને બચાવી શકશે પરંતુ નીયત સાફ હોય તો સારા પરિણામ આવે જ છે.તમામ આશંકાઓને બાજુએ મુકે આપણે એક વર્ષની અંદર બે મેડ ઇન ઇન્ડિયા વેકસીન તૈયાર કરી આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું
તો દેશમાં ૨૩ કરોડથી વધુ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવી ચુકયા છે. આપણે ત્યાં કહેવામાં આવે છે કે વિશ્વાસથી જ સિધ્ધિ થાય છે આપણને પુરો વિશ્વાસ હતો કે આપણા વૈજ્ઞાનિક ખુબ જ ઓછા સમયમાં વેકસીન બનાવવામાં સફળતા હાંસલ કરી લેશે વૈજ્ઞાનિક જયારે આ બાબતમાં પ્રયાસ કરી રહ્યાં રહ્યાં તો આપણે લોજિસ્ટિકની તૈયારીઓ શરૂ કરી દીધી હતી ગત વર્ષે જયારે કોરોનાના કેટલાક હજાર કેસ જ હતાં
ત્યારે આપણે વેકસીન ટાસ્ક ફોર્સની રચના કરી દીધી હતી વેકસીન નિર્માતાઓને કલીનિકલ ટ્રાયલથી લઇ ફંડ સુધીની મદદ કરવામાં આવી આત્મનિર્ભર ભારત હેઠળ મિશન કોવિડ સુરક્ષાના માધ્યમથી કંપનીઓને હજારો કરોડો રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા મોદીએ ત્રીજી લહેરમાં બાળકોના શિકર થવાની આશંકાને લઇ કહ્યું કે ૨ રસી પર ટ્રાયલ ચાલી રહી છે