કોરોનાની મહામારી પણ ભ્રષ્ટાચારનુ સાધન, કેન્દ્ર સરકારને 40000 ફરિયાદો મળી

નવી દિલ્હી, ભારતમાં ભ્રષ્ટાચારના મૂળિયા સરકારી સિસ્ટમમાં એટલે ઉંડે સુધી ઘુસી ગયા છે કે, તેને દૂર કરવાનુ કામ અઘરુ થઈ પડ્યુ છે.
ભારતના ભ્રષ્ટાચારી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ લોકોના જીવ લેનાર કોરોના મહામારીને પણ ભ્રષ્ટાચાર કરવાનુ સાધન બનાવી દીધુ છે.એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે એપ્રિલ મહિનામાં સરકારે કોરોના માટેનુ એક અલગ વોર્ટલ બનાવ્યુ હતુ.આ પોર્ટલમાં કોરોના સાથેના ભ્રષ્ટાચારને જોડાયેલી 40000 જેટલી ફરિયાદો વડાપ્રધાન કાર્યાલયને મળી છે.
આ પોર્ટલ પર કુલ મળીને 1.67 લાખ જેટલી ફરિયાદ થઈ હતી.જેમાં થી સરકારે 1.50 લાખ જેટલી ફરિયાદોને હાથ પર લીધી હતી.મોટાભાગની ફરિયાદો લાંચ, સરકારી અધિકારીઓ દ્વારા થતા ગોટાળા અને શોષણની હતી.અધિકારીએ કહ્યુ હતુ કે, જેમાં 40000 જેટલી ફરિયાદો તો કોરોના સાથે જોડાયેલી હતી.અધિકારીએ કહ્યુ હતુ કે, પીએમ ઓફિસ તરફથી પણ આ અંગેનો ડેટા માંગવામાં આવ્યો હતો અને પીએમ મોદીએ પોતે ફરિયાદ કરનાર વ્યક્તિઓ, તેને હલ કરવા માટેની પ્રક્રિયા અંગે જામકારી માંગી હતી.
કોરોનાને લગતી જે ફરિયાદો આવી છે તેમાં હોસ્પિટલોમાં અપૂરતી સુવિધાઓ, પીએમ કેરમાં ડોનેશન આપવામાં નડતી સમસ્યા, સપ્લાયનો અભાવ, તાળાબંધી સહિતના વિવિધ મુદ્દાને લગતી હતી.