કોરોનાની માત્ર બીજી નહીં, ત્રીજી લહેર પણ આવશે
નવી દિલ્હી, સમગ્ર વિશ્વમાં કોરોના કહેર સતત વધતો જ જઇ રહ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસો થમવાનું નામ નથી લઇ રહ્યું. ત્યારે એવામાં કોરોના વાયરસ એક્સપર્ટે કોરોના મહામારીને લઇને ત્રીજા તબક્કા સુધીની ચેતવણી આપી દીધી છે. જો કે વિશ્વમાં હજી સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે, કેવી સ્થિતિમાં કોરોનાના વધતા જતા કેસોને એક નવી લહેર કહેવામાં આવે. બીજી બાજુ બ્રિટનના એડિનબર્ગ યુનિવર્સિટીમાં સંક્રમક રોગોના પ્રોફેસર માર્ક વૂલહાઉસએ કહ્યું કે, “કોરોનાની ત્રીજી લહેર બિલકુલ સંભવ છે.”
બ્રિટિશ કોરોના એક્સપર્ટ માર્ક વૂલહાઉસનું કહેવું છે કે, “લોકડાઉનથી કોરોના ખતમ નથી થતો, પરંતુ સમસ્યા થોડી વધી જાય છે. તમને જણાવી દઇએ કે બ્રિટેનમાં બીજી વાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે અને ફરીથી દેશમાં નેશનલ લોકડાઉનનો ખતરો ઉભો થઇ ગયો છે.”