કોરોનાની રસીનાં બીજા ડોઝની ગાઇડલાઇન બદલાતા લોકોમાં રોષ
અમદાવાદ: એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોનાને નાથવા માટે રસી જ ઉપાય છે તેમ જણાવી રહ્યાં છે. જેથી લોકો કોરોનાની રસી મેળવવા માટે વહેલી સવારથી લાઇનમાં ઉભા રહે છે. ત્યારે રાજ્યમાં કોરોનાની વેક્સિનનો બીજાે ડોઝ ૪૨ દિવસ પછી જ આપવાનો નિયમ અચાનક આપી દેતાં હજારો લોકોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી રસી મુકાવ્યા વગર પાછા જવાનો વારો આવ્યો હતો. આ ર્નિણયને કારણે બુધવારે રાજ્યનાં અનેક કેન્દ્રમાં લોકોની હાલાકી વધી ગઈ હતી અને લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. લોકો રોષે ભરાઇને કહી રહ્યાં હતા કે, કોઇપણ આગોતરી જાણ કર્યા વગર કેન્દ્રો પર આવેલા લોકોને નિયમ બતાવવામાં આવતા
સૌથી વધુ હાલાકી ૪૫થી વધુ વયના લોકોને પડી હતી. રસીકરણ કેન્દ્રો પર આ મુદ્દે લોકો અને સ્ટાફ પર બોલાચાલી પણ થઈ હતી. કતારમાં ઉભા રહ્યા પછી રસી નહીં મળતા લોકો નિરાશ થયા હતા.
ભારત સરકાર તરફથી મળેલી ગાઈડલાઈન અનુસાર, કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂકેલા વ્યક્તિઓ, પોતાનો બીજાે ડોઝ ૪૨ દિવસ પછી જ લઇ શકશે. આ પ્રકારની પ્રોસેસ કોવિન સોફ્ટવેરમાં બુધવારથી જ અપડેટ કરી દેવામાં આવી હતી.
જેથી કોવીડશીલ્ડ રસીનાં પ્રથમ ડોઝનાં ૪૨ દિવસ પૂર્ણ થયા બાદ જ બીજા ડોઝનું રસીકરણ થઇ શકશે. જેથી તમામ નાગરિકોએ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઇને કોવીશિલ્ડ વેક્સીનના પ્રથમ ડોઝનાં ૪૨ દિવસ પૂર્ણ થયા બાદ જ બીજાે ડોઝ લેવા માટે જે તે અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનિટી હોલમાં આ રસી મેળવી શકશે.
અમદાવાદમમાં ૩ સ્થળે ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન સેન્ટર પર લાંબી કતારોમાં કાર લઇને ઉભા રહ્યા બાદ વારો આવતો હોય છે. ત્યારે તેમને પણ કલાકોની રાહ બાદ જ્યારે કહેવાયું કે, તમે પ્રથમ ડોઝ લીધાને હજુ ૪૨ દિવસ પૂરા થયા નથી. તેથી બીજાે ડોઝ આ સમય પૂરો થયા પછી જ મળશે. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનિટી હોલમાં વહેલી સવારથી જ લાઇનમાં ઉભેલા લોકોને પણ પહેલા જાણ કરવામાં ન આવી અને કલાકો લાંબી કતારોમાં ઉભા રહીને જાણ કરવામાં આવી કે તમને રસી આજે નહીં મળે. જેના કારણે લોકોમાં રોષ જાેવા મળ્યો હતો.
રસીની સમય મર્યાદા વધારતા લોકોમાં ચર્ચાએ વેગ પકડ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની રસીના અપૂરતા જથ્થાને કારણે આવો અચાનક ર્નિણય લેવામાં આવ્યો છે. સરકાર પોતાની વ્યવસ્થા ન કથળે તે માટે આવા ર્નિણયો લે છે. પરંતુ બીજી બાજુ નિષ્ણાતો પણ જણાવી રહ્યં છે કે, રસીનાં પ્રથમ ડોઝનાં ૪૨ દિવસ બાદ જાે બીજાે ડોઝ લેવામાં આવે તો અસરકારક છે.
અમદાવાદમાં બુધવારે ૨૪૯૪૩ લોકોએ રસી મૂકાવી હતી. જેમાં ૧૦૩૬૯ ૪૫થી વધારે ઉંમરના, જ્યારે ૭૬૮૫ ૧૮થી ૪૪ વર્ષના હતા. ડ્રાઇવથ્રુ વેક્સિનેસન નિકોલ ખાતે ૮૮૮, ડ્રાઇવઇન સિનેમા ખાતે ૫૫૫, જ્યારે સરદાર પટેલ ગ્રાઉન્ડ ખાતે ૬૫૪ લોકોએ રસી મૂકાવી હતી. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધી ૧.૪૫ કરોડને રસી મળી છે. ગુજરાતમાં બુધવારે ૧,૮૭,૭૨૪ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ રસીના ૯૦,૬૪૬ ડોઝ ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકોને આપવામાં આવ્યા હતા.
જ્યારે ૧૮થી ૪૫ વર્ષની વયજૂથના ૩૩,૪૫૦ લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૫,૬૭,૦૮૯ લોકો કોરોનાની રસી મેળવી ચૂક્યાં છે. અત્યાર સુધીમાં ૨૭,૨૮,૩૬૬ લોકો રસીનો બીજાે ડોઝ મેળવી ચૂક્યાં છે. જ્યારે ૧૮થી ૪૫ વર્ષની વયજૂથના ૩,૮૬,૭૪૩ લોકો રસી મેળવી ચૂક્યાં છે.