કોરોનાની રસી લગાવનારા કુલ ૭૯.૧ ટકા મહિલાઓમાં સાઈડ ઈફેક્ટ
નવીદિલ્હી: દુનિયા ભરમાં કોરોનાના કહેરથી બચવા માટે ભારત, અમેરિતા સહિતના અનેક દેશોમાં રસી વિકસાવવામાં આવી છે. લોકોને આ મોટી સંખ્યામાં આપવામાં આવી રહી છે. જાે કે કોરોનાની રસી લાગ્યા બાદ અનેક લોકોમાં સાઈડ ઈફેક્ટની ફરિયાદ કરી રહ્યા છે. આવું અમેરિકામાં પણ છે. અમેરિકામાં પેન્સિલવેનિયા સ્ટેટ કોલેજમાં ૪૪ વર્ષની મેડિકલ ટેક્નિશિયન શેલી કન્ડેફીને હાલમાં કોરોનાની રસીનો બીજાે ડોઝ લગાવવામાં આવ્યો હતો. પરંતુ તેની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે.
શેલીને મોર્ડનાની કોરોનાની રસી લગાવવામાં આવી હતી. ત્યારે તો બધુ બરાબર હતુ પરંતુ સાંજે તેના હાથમાં ચામડી સંક્રમિત થઈ ગઈ અને તેને શરીરમાં દુખાવો થવા લાગ્યો. તે ખૂબ પરેશાન થઈ ગઈ. તેમના અનુસાર તેમને લાગ્યું કે તેમને ફ્લૂ થઈ ગયો છે. તેમના જણાવ્યાનુસાર તેમના દાંત કડકડી રહ્યા હતા. પરંતુ તેમને પરસેવો પણ થઈ રહ્યો હતો.
નેક્સ ડે તેમને ઓફિસ જઈને પોતાના તે સહયોગિયોની સ્થિતી જાણે જેમને રસી લગાવવામાં આવી હતી. તે જાણીને તે સ્તબ્ધ થઈ ગઈ. રસી લગાવ્યા બાદ ૬ મહિલાઓમાં સાઈડ ઈફેક્ટ્સ હતા. જ્યારે ૮ પુરુષોમાંથી ૪ માં સાઈડ ઈફેક્ટ્સ જાેવા મળ્યા હતા. ગત મહિને સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ તથા પ્રિવેન્શનના શોધકર્તાઓએ એક શોધમાં ૧.૩૭ કરોડ અમેરિકન લોકોને લાગેલી કોરોના રસીના સંબંધિત આંકડાની તપાસ કરી હતી. જેમાં જાેવા મળ્યુ હતુ કે કોરોનાની રસી લગાવનારા કુલ ૭૯.૧ ટકા મહિલાઓમાં સાઈડ ઈફેક્ટ જાેવા મળ્યા છે. જ્યારે કુલ રસીના ફક્ત ૬૧.૨ ટકા ભાગ જ મહિલાઓને આપવામાં આવ્યા છે.
આ શોધમાં સીડીસી શોધકર્તાઓએ જાેયુ કે કોરોનાની રસી લગાવ્યા બાદ હાઈપરસેન્સિવિટી સંબંધી સાઈડ ઈફેક્ટ મહિલાઓમાં વધારે જાેવા મળે છે. સીડીસી શોધકર્તાએ જાેયું કે મોર્ડના રસી લગાવ્યા બાદ તમામ ૧૯ લોકોમાં સાઈડ ઈફેક્ટ થયા છે. આ તમામ મહિલાઓ હતી. ત્યારે ફાઈઝર રસીના પ્રત્યે ૪૭ માંથી ૪૪ મહિલાઓમાં સાઈડ ઈફેક્ટ જાેવા મળ્યા છે.
આના પર જાેન્સ હોપ્કિંસ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં માઈક્રોબાયોલોજિસ્ટ તથા ઈમ્યુનોલોજિસ્ટ સબરા ક્લીનનું કહેવું છે કે મહિલાઓમાં સાઈડ ઈફેક્ટ હળવા અને ઓછા સમય માટે જાેવા મળ્યા છે. આ શારીરિક ફેરફારથી એ સ્પષ્ટ થાય છે કે રસી અસર કરી રહી છે.