Western Times News

Gujarati News

કોરોનાની વચ્ચે અમદાવાદ સિવિલના પ્રસુતિવિભાગની સરાહનીય કામગીરી

૮૭ કોરોનાગ્રસ્ત સગર્ભાઓ- ધાત્રીમાતાએ શ્રેષ્ઠ સારવાર મેળવી

કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદની ૧૨૦૦ બેડ ડેડિકેટેડ કેરોના હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં ૮૭ કોરોનાગ્રસ્ત સગર્ભાઓની પ્રસુતિ કરાવવામાં આવી. વિગતે જોઈએ તો ૫૦ કોરોનાગ્રસ્ત સગર્ભાઓ કે જેઓ ૧૨૦૦ બેડના પ્રસુતિવિભાગમાં સીધા દાખલ થયા હતા અને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી .

જ્યારે ૩૭ જેટલી કોરોનાગ્રસ્ક ધાત્રી માતાઓને કે જેમને ખાનગી હોસ્પિટલમાંથી સિવિલમાં સારવાર અર્થે મોકલવામાં આવી હતી. જેમાંથી ૬૪ જેટલી સગર્ભાઓ-ધાત્રી માતાઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ સ્વગૃહે પરત ફર્યા છે.૨૨ સગર્ભા-ધાત્રીમાતાઓ સારવાર હેઠળ છે. એક સગર્ભાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતુ.

કોરોનાની પરિસ્થિતિમાં સગર્ભાઓ માટે સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગના મદદનીશ પ્રધ્યાપક દ્વારા કેટલાંક સૂચનો આપવામાં આવ્યા છે:-

  • સગર્ભાઓએ પેનિક થવાની જરૂર નથી હા જરૂર છે તો સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવાની.
  • રૂટીન ચેકએપમાં પણ શક્ય હોય તો વીડિયો કોલ અથવા ફોન કોલ મારફતે માર્ગદર્શન મેળવી શકાય

આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા ટેલીમેડિસીન હેલ્પલાઈન-૧૧૦૦ ઉપર પણ સંપર્ક કરીને મદદ લઈ શકાય.

  • સગર્ભાએ આવશ્યકતા સિવાય બહાર જવાનું ટાળવું તેમજ બહાર જાવ ત્યારે માસ્ક અવશ્ય પહેરવું.
  • સર્ગભાવસ્થા દરમિયાન સ્ત્રીઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે માટે તે વધારવા પૌષ્ટિકઆહાર,ફળ-ફળાદી, લીલા શાકભાજી લઈ શકાય.
  • લોકડાઉનની પરિસ્થિતિમાં તેમજ સગર્ભાવસ્થા દરમિયાન ઘરમાં સતત બેસી રહેવાથી કંટાળો અને સ્ટ્રેસ વર્તાતો હોય છે. જેને દૂર કરવા ઘરમાં જ આહાર-વિહાર કરતા રહેવુ.

*સગર્ભાઓ માટે દરરોજ ૮-૧૦ કલાકની ઉંઘ ખુબ જ જરૂરી છે.

કોરોનાગ્રસ્ત ધાત્રી માતાઓએ ધ્યાનમાં રાખવાની બાબતો:-

  • પ્રાથમિક તબક્કે બાળકથી થોડુ અંતર રાખ઼વું.
  • આઈ.સી.એમ.આર.ના દિશાનિર્દેશ પ્રમાણે સ્તનપાન કરાવવાથી બાળકને સંક્રમણ થતુ નથી માટે ડરવું નહી.
  • સ્તનપાન કરાવતી વખતે જ બાળકને પાસે રાખવુ.માસ્ક અવશ્ય પહેરવું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.